Wednesday, January 8, 2025
Homeરાષ્ટ્રીયરાજસ્થાનમાં મ્યુકરમાઈકોસીસને મહામારી જાહેર કરવામાં આવી

રાજસ્થાનમાં મ્યુકરમાઈકોસીસને મહામારી જાહેર કરવામાં આવી

- Advertisement -

ભારતમાં કોરોના વાયરસથી સ્વસ્થ થનાર લોકોમાં મ્યુકરમાઈકોસીસના કેસ વધી રહ્યા છે. ત્યારે રાજસ્થાનમાં કોરોના વાયરસથી સ્વસ્થ થનાર લોકોમાં પણ આ લક્ષણો જોવા મળી રહ્યા છે. આજે રોજ અહીં મ્યુકરમાઈકોસીસને મહામારી જાહેર કરવામાં આવી છે.

- Advertisement -

મુખ્ય સરકારી સચિવ અખિલ અરોરા દ્વારા જાહેર કરવામાં આવેલ સૂચના અનુસાર બ્લેક ફંગસના દર્દીઓમાં સતત વધારો થઇ રહ્યો હોવાથી કોરોના અને બ્લેક ફંગસનો  સાથે ઈલાજ કરવા માટે  આ નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજસ્થાન મહામારી અધિનિયમ 2020 ની કલમ 3 ની ધારા 4 હેઠળ સમગ્ર રાજ્યમાં મ્યુકોર માયકોસિસને મહામારી જાહેર કરવામાં આવી છે. નોંધનીય છે કે, મુખ્યમંત્રી અશોક ગેહલોતે થોડા દિવસો પહેલા રાજસ્થાન સહિત દેશના વિવિધ રાજ્યોમાં કોરોના વાયરસથી સ્વસ્થ થનાર લોકોમાં બ્લેક ફંગસના વધી રહેલા કેસોને લઇને ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.

- Advertisement -

નિષ્ણાંતોના મતે કોરોના વાયરસથી સ્વસ્થ થનાર ડાયાબિટીઝના દર્દીઓમાં આ રોગ વધી રહ્યો છે. આ રોગમાં પીડિતની આંખોની રોશની જાય છે અને જડબાને પણ દુર કરવું પડે છે. રાજસ્થાનમાં 100 જેટલા દર્દીઓ છે. આ તમામની સારવાર માટે, જયપુરની સવાઇ માનસિંહ હોસ્પિટલ (એસએમએસ હોસ્પિટલ જયપુર) માં એક અલગ વોર્ડ બનાવવામાં આવ્યો છે, જ્યાં પ્રોટોકોલ પ્રમાણે સારવાર કરવામાં આવી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular