Saturday, December 21, 2024
Homeરાજ્યજામનગરકોરોનામાં માતાના મોત બાદ યુવાન પુત્ર દ્વારા અનોખી પહેલ

કોરોનામાં માતાના મોત બાદ યુવાન પુત્ર દ્વારા અનોખી પહેલ

જરૂરિયાતમંદો માટે મેડીકલ સાધનો વિનામૂલ્યે આપવાની સેવા

- Advertisement -

જામનગરમાં કોરોનાને કારણે અનેક લોકો મૃત્યુ પામે છે. જ્યારે આ કોરોના કાળમાં જામનગરમાં માતાના મૃત્યુ બાદ યુવાન પુત્ર દ્વારા માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડતા જરૂરિયાતમંદોને મેડીકલના સાધનો વિનામૂલ્યે આપવાની અનોખી પહેલનો પ્રારંભ કર્યો હતો.

મૃત્યુ બાદ વ્યકિતની પાછળ જમણવાર-ક્રિયાકાંડ જેવા અનેક મસમોટા ખર્ચાઓ થતાં હોય છે. ઘણી વખત ગરીબ પરિવારોને આ ખર્ચા પૂરા કરવા મુશ્કેલ બની જાય છે. જામનગરના સંજયભાઈ મકવાણા દ્વારા એક અનોખી પહેલ કરી છે. થોડા દિવસ પૂર્વે તેમના માતાનું નિધન થયું હતું. તેમના નિધન બાદ સંજયભાઈ દ્વારા તમામ બિનજરૂરી ખર્ચા કરવાનું મુલત્વી રાખી પોતાના માતાના સ્મરણાર્થે બૌધ્ધી સત્વ ફાઉન્ડેશન જામનગરને સાથે રાખી મેડીકલ સાધનો ઉપલબ્ધ કરાવ્યા છે. જે જામનગરના કોઇપણ ધર્મ કે જાતિના લોકોને એક પણ રૂપિયાનો ચાર્જ લીધા વિના વિનામૂલ્યે આપવામાં આવશે. સંજયભાઈ મકવાણાની આ પહેલ અન્ય લોકોને ખૂબ જ મદદરૂપ થશે તેમજ પ્રેરણારૂપ પણ બની રહેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular