જામજોધપુર ખાતે સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ ફાળવવા ધારાસભ્ય ચિરાગભાઈ કાલરિયા દ્વારા નાયબ મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.
કોરોના મહામારીએ રાજ્યમાં ભરડો લીધો છે. તમામ હોસ્પિટલોમાં દર્દીઓની મોટી લાઈનો લાગે છે અને જામજોધપુર શહેરમાં નજીકમાં કોઇ સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ ન હોય જેના કારણે કોરોના દર્દીઓને જામનગર, પોરબંદર અથવા રાજકોટ સુધી જવું પડે છે. હોસ્પિટલોમાં લઇ જવામાં મુશ્કેલી પડી રહી છે.
તેમજ ઘણાં ગંભીર કેસોમાં દર્દીઓના મૃત્યુના કિસ્સાઓ પણ સામે આવે છે. ત્યારે જામજોધપુર શહેરમાં તાત્કાલિક અસરથી સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ ફાળવવામાં આવે તો આ વિસ્તાર તેમજ નજીકના 50 કિ.મી.ના એરિયામાં કોરોના તેમજ અન્ય બીમારીઓથી પીડાતા લોકોને તાત્કાલિક યોગ્ય સારવાર મળી રહે તે માટે યોગ્ય કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી છે.
જામજોધપુરમાં સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ ફાળવવા માગણી
ધારાસભ્ય ચિરાગ કાલરિયા દ્વારા નાયબ મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત