લાલપુર તાલુકાના મોડપર ગામના વાડી વિસ્તારમાં આવેલા કૂવામાં પડી ડૂબી જતાં યુવાનનું મોત નિપજ્યું હતું.
મળતી વિગત મુજબ, લાલપુર તાલુકાના મોડપર ગામના વાડી વિસ્તારમાં રહેતા અને ખેતી કરતા રાજુ અરશીભાઇ નંદાણિયા (ઉ.વ.30) નામનો યુવાન સોમવારે રાત્રિના સમયે તેના ઘરેથી ‘ખંભાળિયા પ્લાસ્ટિકના કાગળ ડૂચો ઢાંકવા માટે લેવા જાઉં છું’ તેમ કહી નિકળ્યો હતો. પરંતુ, યુવાન તેના ખેતરમાં આવેલા કૂવામાં કોઇ કારણસર પડી જતાં ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. આ અંગેની મૃતકના ભાઈ પાલાભાઈ દ્વારા જાણ કરાતા હેકો વી.સી. જાડેજા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઈ કૂવામાંથી મૃતદેહ બહાર કાઢી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મોડપરના સીમ વિસ્તારમાં કૂવામાં પડી જતાં યુવાનનું મોત
પ્લાસ્ટિક કાગળ લેવા જવાનું કહી ઘરેથી નિકળ્યો : કૂવામાંથી મૃતદેહ સાંપડયો : પરિવારમાં શોકનું મોજું : પોલીસ દ્વારા કાર્યવાહી


