કોરોના કાળમાં કેટલાક અહેવાલો ક્ષુબ્ધ કરી દેનારા આવ્યા છે. પીએમ કેર ફંડમાંથી રાજ્યોને અપાયેલા વેન્ટિલેટરમાં કેટલાક બગડેલાનીકળ્યા એવા અહેવાલો બાદ હવે રાજ્ય સરકારોની બેદરકારીના કારણે આ વેન્ટિલેટર કાં તો ધૂળ ખાય છે કેપછી બીજા કારણોસર એનો ઉપયોગ શરૂ થયો નથી. પીએમ કેરમાં લોકોએ દાન આપ્યું છે અને એ દાનમાંથી ખરીદાયેલા સાધનો લોકોને કામ ન લાગે તો એનો શું અર્થ રહી જાય છે. આ ધોરબેદરકારી છે અને એને માક કરી શકાય એવી નથી. થોડા ધ્વિસો પહેલા વેન્ટિલેટર બનાવતી કંપનીના એક માલિકે કહેલું કે, સરકારે અમારા પાસેથી ક્યારના ખરીદેલા વેન્ટિલેટર ઇન્સ્ટોલ થયા નથી અને અમને ઇન્સ્ટોલ ન થાય ત્યાં સુધી પેમેન્ટ મળતું નથી, વાત સાચી નીકળી છે. કોરોના મહામારી આવી એ પહેલાદેશમાં માત્ર 40,000 વેન્ટિલેટરહતા એ પછી કોરોના મહામારીમાં કેન્દ્ર સરકારે 50,000 વેન્ટિલેટર ખરીદી રાજ્યોને પૂરા પાડયા પણ એમાંના ઘણા બધા ચાલુ જ કરાયા નથી. કર્ણાટકમાં 2025 પૈકી 80 ટકાવણ વપરાયેલા છે.
બિહારમાં 109માંથી 47, પંજાબમાં 320 માંથી 285, રાજસ્થાનમાં 1900માંથી 1400 વેન્ટિલેટર એમને એમ પડયા છે. ગુજરાતમાં પણ 600 જેટલા વેન્ટિલેટર ઇન્સ્ટોલ થયા નથી. કારણ એવા છે કે કાં તો એ બગડેલા છે અથવા તો જે તે રાજ્ય સરકારમાં એને ચલાવવા માટેનો તાલિમી સ્ટાફ નથી અથવા તો એને લગતા સાધનો નથી અને એટલે એ વણવપરાયેલા પડયા છે. એકબાજુ લોકોના જીવ જાય છે અને બીજી બાજુ આ બેદરકારી અસહ્ય છે. પહેલી લહેર બાદ આટલા સમયે, બીજી લહેરમાં આટલા બધા બેદરકાર રહ્યા છીએ. ઓક્સિજનની કમી હવે પછી થઇ છે પણ દેશમાં સૌથી ઉંચો જીડીપી ઘરાવતા ગોવા રાજ્યમાં ઓક્સિજનનાં અભાવે દર્દીઓ મુત્યુ પામે એ શરમજનક ધટના છે.
બીજા રાજ્યોમાં બન્યું એ પોતાના રાજ્યમાં ન બને એ માટે સરકાર જાગૃત કેમ નથી? તરસ લાગે ત્યારે કૂવો ખોધ્વાની માનસિકતા આ માટે જવાબદાર છે પણ આ બઘા માટે કોઈને જવાબદાર ઠેરવા જોઈએ એ પણ થયું નથી. શહેરી વિતારોમાં કોરોના કેસમાં રાહત થઇ છે પણ ગ્રામ્ય વિસ્તારમાં ખતરો હજુ ટળતો નથી. શહેરી વિસ્તારમાં ટેસ્ટિંગ, ટ્રેક અને ટ્રીટની નીતિ છે એ ગ્રામ્ય વિસ્તારમાં અમલમાં નથી. આ કારણે ત્યાં મહામારી ધાતક નિવડી છે. આ રીતે તો કોરોના લડાઈમાં જીત મળે એ શક્ય નથી. ગુજરાતમાં કેટલાક સારા પગલા લેવાયા છે. ધારાસભ્યો અને મંત્રીઓ એમની ગ્રાન્ટ હોસ્પિટલને સાધનો માટે ફાળવી રહ્યા છે. આ જ રીતે પંચાયતો અને પાલિકાઓએ પણ આગળ વધવું પડશે પણ બેદરકારી હવે પાલવે એમ નથી. કેન્દ્ર સરકારે પીએમ કેર કંડમાંથી ફાળવાયેલા સાધનોનું ઓડીટ કરવા કહ્યું છે એ આવકાર્ય છે.
જવાબદારી કોઇની તો હોવી જોઇએ અને એને જવાબદાર ઠેરવવા જોઇએ. આંકડા છૂપાવવાથી મહામારી જવાની નથી. વાસ્તવિકતા સ્વીકારવી રહી અને એનો સામનો કરવા આવશ્યક પગલા યુધ્ધના ધોરણે લેવાય તો જ સફળતા મળશે એ દરેક સરકારે દીવાલ પર લખી રાખવું જોઈએ.
વેન્ટીલેટર: વહિવટમાં રૂંધાતા શ્ર્વાસો !
પીએમ કેર ફંડમાંથી ફાળવવામાં આવેલાં સાધનોનું ઓડિટ થવું જોઇએ: કેન્દ્ર સરકાર, ગુજરાતમાં 600 વેન્ટિલેટર હજુ ઇન્સ્ટોલ થયાં જ નથી!