Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરજામનગરના નવાગામ ઘેડ માંથી જુગાર રમતા 11 શખ્સ ઝબ્બે

જામનગરના નવાગામ ઘેડ માંથી જુગાર રમતા 11 શખ્સ ઝબ્બે

1લાખનો મુદ્દામાલ કબ્જે : લાલપુર માંથી તીનપત્તી રમતા 5 શખ્સ ઝડપાયા

- Advertisement -

જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલ મધુરમ સોસાયટીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતા સ્થળે પોલીસે રેઇડ દરમિયાન 11 શખ્સોને રૂ.17650 અને ત્રણ બાઈક સહીત 1લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.  અન્ય દરોડો જેમાં લાલપુર માંથી તીનપત્તીનો જુગાર રમતા 5શખ્સોને પોલીસ ઝડપી લીધા હતા.

- Advertisement -

જુગાર દરોડાની વિગત મુજબ જામનગર શહેરના નવાગામ ઘેડમાં આવેલ મધુરમ સોસાયટીમાં તીનપત્તીનો જુગાર રમતા હોવાની હેડ કોન્સટેબલ નિર્મળસિંહ જાડેજા, કાસમ બ્લોચ અને ધર્મેન્દ્ર વૈષ્ણવને મળેલ બાતમીના આધારે પીએસઆઈ એ.એસ.ગરચર તથા સ્ટાફે રેઈડ દરમિયાન ધર્મેન્દ્ર નવલ યાગ્નિક, યોગેશ રાજેશ પરમાર,વિક્રમ બીપીન પરમાર, ભગીરથસિંહ વનરાજસિંહ જાડેજા, મયુરસિંહ પ્રતાપસિંહ જાડેજા, હીતેશ બીજલ સવાસણીયા,જયવીર દીપક ચૌહાણ, પ્રદીપસિંહ અજીતસિંહ વાઘેલા, નિર્મલ રમેશ, સંજયસિંહ રામસંગ જાડેજા સહીતના 11 શખ્સોને 17650ની રોકડ અને 90000ની કિંમતની 3બાઈક સહીત રૂ.1લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

લાલપુર ગામમાં ગૌશાળા નજીક તીનપત્તીનો જુગારરમતા અબ્બાસ હુસેન શેઠા, અલ્તાફ નુરશાહ ફકીર, દેવજી જેરામ નેસડીયા, નવાઝ ઈબ્રાહીમ ચનાણી, રમેશ રણછોડ મકવાણા સહીતના 5 શખ્સોને રૂ.10480ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular