Wednesday, December 25, 2024
Homeરાજ્યદ્વારકામાં વાવાઝોડાને પગલે તંત્ર એલર્ટ પર, ફુડ પેકેટ તેમજ અનાજના જથ્થાનો સંગ્રહ...

દ્વારકામાં વાવાઝોડાને પગલે તંત્ર એલર્ટ પર, ફુડ પેકેટ તેમજ અનાજના જથ્થાનો સંગ્રહ કરાયો

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લાનું વહીવટી તંત્ર જિલ્લા કલેક્ટર ડો.નરેન્દ્રકુમાર મીનાની આગેવાની હેઠળ તૌક્તે વાવાઝોડાના સંભવિત ખતરા સામેની લડાઈમાં સજ્જ બન્યું છે. દરીયાઇ વિસ્‍તારમાં આવેલા જિલ્‍લાના દ્વારકા તાલુકાના ૧૭ ગામોને એલર્ટ કરવામાં આવ્‍યા છે.

- Advertisement -

દ્વારકામાં ૨૦૦૦ અને ઓખામાં ૧૦૦૦ ફુડ પેકેટ બનાવેલ છે. અને સાત શેલ્‍ટર હોમ બનાવેલ છે. નિચાણવાળા વિસ્‍તારોમાંથી ૬૮૧૫ ને સ્‍થળાંતર કરાવાયું છે. તૈ પૈકી ૪૦૦ લોકોનું સ્‍થાળાંતર ગવર્નમેન્‍ટ શેલ્‍ટર હાઉસમાં કોવિડ ગાઇડલાઇન મુજબ અને બાકીનાને સ્‍વૈચ્‍છીક સંસ્‍થાઓમાં સ્‍થાળાંતર કરાવેલ છે.

એનડીઆરએફની ર ટીમ દ્વારકામાં અને ૧ ટીમ ઓખા તથા એસડીઆરએફની૧ ટીમ લોકોની સુરક્ષા માટે ખડેપગે તૈનાત કરાઇ છે. પાવર રીસ્‍ટોર માટે પીજીવીસીએલ તથા જેટકો ટીમો કાર્યરત છે. દરિયાઇ વિસ્‍તારોના ગામોમાં આવેલા સસ્‍તા અનાજની દુકાનોમાં અનાજનો જથ્‍થો ભરવામાં આવ્‍યો છે. પોલીસવડા સુનિલ જોશી, ડીવાયએસપી સમીર સારડા, હરીન્દ્ર ચૌધરી સહીત પોલીસ કાફલો પણ લોકોની સુરક્ષા માટે તૈનાત છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular