Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરવાવાઝોડાની આગાહી વચ્ચે વીજળી ડુલ, બીજી તરફ કોરોનાના કહેર વચ્ચે ઇલેક્ટ્રિકની દુકાનો...

વાવાઝોડાની આગાહી વચ્ચે વીજળી ડુલ, બીજી તરફ કોરોનાના કહેર વચ્ચે ઇલેક્ટ્રિકની દુકાનો બંધ

બે દિવસ ઇલેક્ટ્રિકની દુકાનો ખુલ્લી રાખવા લોકમાંગણી : કલેકટરે વાવાઝોડા દરમિયાન છુટ આપવી જોઈએ

- Advertisement -

જામનગર સહીત રાજ્યભરમાં કોરોનાના કહેર વચ્ચે આંશિક લોકડાઉન છે તેવામાં મોટા ભાગની દુકાનો બંધ છે ત્યારે બીજી બાજુ વાવાઝોડાનો ખતરો છે. હજુ વાવાઝોડું આવ્યું પણ નથી અને જામનગરમાં ગત મોડી રાત્રે ઝરમર વરસાદ શરુ થયો ત્યાં જ તમામ જગ્યાઓ પર વીજળીનો પુરવઠ્ઠો ખોરવાઈ ગયો હતો. તેવામાં ઘણા ઘરોમાં પણ લાઈટ સબંધી સમસ્યાઓ સર્જાઈ હોવાની શક્યતાઓ છે. પંરતુ ઇલેક્ટ્રિકની દુકાનો બંધ હોવાથી લોકોએ વીજળી સબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો દ્રારા માંગ ઉઠી રહી છે કે આવા સમયમાં ઇલેક્ટ્રિકની દુકાનો ખુલી રાખવામાં આવે.

- Advertisement -

અગામી બે થી ત્રણ દિવસ સુધી વાવાઝોડાની આગાહી વચ્ચે જામનગરમાં વીજળી સબંધી સમસ્યાઓ સર્જાવાની પુરી શક્યતાઓ છે. ગઈકાલે જ સમગ્ર શહેરમાં વીજળી પુરવઠ્ઠો ખોરવાયો હતો. વાવાઝોડા વચ્ચે વરસાદી માહોલમાં અનેક વિસ્તારોમાં શોટસર્કીટ જેવી સમસ્યાઓ સર્જાઈ શકે છે. પરંતુ ઇલેક્ટ્રિકની દુકાનો બંધ હોવાથી લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. ત્યારે લોકોની સુવિધાઓને ધ્યાનમાં રાખીને કલેકટર દ્રારા વાવાઝોડા દરમિયાન દુકાનો ખુલી રાખવાની છુટ આપવી જોઈએ. જેથી વીજળી સબંધી પ્રશ્નોનું નિરાકણ આવી શકે.

વાવાઝોડાના સંદર્ભમાં તમામ તંત્રો સજ્જ છે એવા દવાઓ વારંવાર કરવામાં  આવે છે. પરંતુ વાવાઝોડાંની પહેલાં સામાન્ય વરસાદ અને પવન દરમ્યાન તંત્રની હાલત લોકો સમક્ષ આવી જતાં લોકો ભય અનુભવી રહ્યા છે .

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular