Saturday, January 11, 2025
Homeરાજ્યગુજરાતવાવાઝોડા સમયે અપાતા કયા સિગ્નલનો શુ અર્થ થાય જાણો

વાવાઝોડા સમયે અપાતા કયા સિગ્નલનો શુ અર્થ થાય જાણો

- Advertisement -

ગુજરાત માથે તાઉતે વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. ત્યારે સૌરાષ્ટ્રના તમામ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભયજનક સિગ્નલો લગાવી દેવામાં આવ્યા છે. ત્યારે હાલારના બધા બંદરો પર 4નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે તો ઓખા બંદરે 4નંબરના સિંગલ બાદ સીધું 8 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. તાઉ-તે વાવાઝોડું ગુજરાતથી 290 કિમી દૂર છે ત્યારે રાત્રે 8થી 11 કલાકે પોરબંદર-મહુવા વચ્ચે વાવાઝોડું ત્રાટકે તેવી સંભાવનાઓ છે. વાવાઝોડાની પરિસ્થિતિમાં તંત્ર દ્વારા અલગ અલગ સિગ્નલ આપવામાં આવ્યા છે. આ સિગ્નલના આધારે જ વાવાઝોડાની તીવ્રતા નક્કી થતી હોય છે. 

- Advertisement -

જાણો કયા સિગ્નલનો શુ અર્થ થાય છે?

સિગ્નલ નં1

હવા તોફાની કે સપાટીવાળી છે કે નથી. વાવાઝોડું આવશે કે નહિ તેની ચેતવણી આપતી નિશાની હોય છે. 

- Advertisement -

સિગ્નલ નં2

વાવાઝોડું સક્રિય થયું છે. આ નંબરનું સિગ્નલ બતાવે છે કે બંદર છોડ્યા પછી દરિયામાં જતા જહાજોને સમુદ્રી બળનો સામનો કરવો પડશે. 

- Advertisement -

સિગ્નલ નં3

સપાટીવાળી હવાથી બંદર ભયમાં છે.

સિગ્નલ નં4

વાવાઝોડાથી બંદર ભયમાં છે. પરંતુ અત્યાર સુધી ભય એવો ગંભીર જાણતો નથી, કે જેનાથી કોઈ સાવચેતીના પગલા લેવા પડે. 

સિગ્નલ નં-5

બંદર નજીક માછીમારોને ન જવાની ચેતવણી

સિગ્નલ નં-6

આ સિગ્નલ ભયજનક સ્થિતિ દર્શાવે છે.

સિગ્નલ નં-7

વાવાઝોડું બંદરની જમણી તરફ ફંટાવાના સંકેત દર્શાવે છે. વાવાઝોડું બંદર નજીક અથવા બંદરની ઉપર થઈને પસાર થવો સંભવ છે. જેથી બંદરને ભારે તોફાની પવનનો સામનો કરવો પડશે.

સિગ્નલ નં-8

બંદરથી દક્ષિણ તરફ કિનારો ઓળંગવાની સંભાવનાઓ દર્શાવે છે.

સિગ્નલ નં-9

બંદરથી દક્ષિણ તરફ કિનારો ઓળંગવાની સંભાવનાઓ દર્શાવે છે.

સિગ્નલ નં-10

ભારે જોરવાળું વાવાઝોડું બંદર ઉપર થઈને પસાર થવાની શક્યતા છે.

સિગ્નલ નં-11

તાર વ્યવહાર બંધ થાય. ખુબ ખરાબ હવામાનનો અનુભવ. અત્યંત ભયજનક ગણાય.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular