જામનગરમાં હાલાર હાઉસ નજીક આવેલા વિસ્તારમાં રહેતી મહિલાને બોટાદના શખ્સ દ્વારા મોબાઇલ ફોન પર અવારનવાર વોટસએપ થી વીડિયો કોલ કરી બિભત્સ માગણી કર્યાના બનાવમાં ગુનો નોંધી આગળની તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં હાલાર હાઉસ નજીક આવેલા રહેણાંક વિસ્તારમાં રહેતા અને મહિલા પોલીસ મથકમાં આવેલા કાન્સીલર તરીકે ફરજ બજાવતા મહિલાના મોબાઇલ નંબર ઉપર બોટાદમાં રહેતા મહેશ કરશનભાઈ ઘાઘરેટિયા નામના શખ્સ દ્વારા જુદા જુદા 9558489724, 8511349981, 7265979837 તથા 8866213051 નંબર પરથી વોટસએપ મારફતે અવાર-નવાર વીડિયો કોલ કરી બિભત્સ માગણી કરતો હતો તેમજ વીડિયો કોલમાં અપશબ્દો બોલી ત્રાસ આપતો હતો. સાત દિવસથી અપાતા આવા ત્રાસથી કંટાળીને મહિલાએ આ બનાવ અંગે મહેશ ઘાઘરેટિયા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીઆઈ કે.જે. ભોયે તથા સ્ટાફે મોબાઇલ નંબર અને નામના આધારે બોટાદના શખ્સને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતાં.
જામનગરની મહિલાને બોટાદના શખ્સ દ્વારા ફોન દ્વારા પજવણી
વોટસએપમાં વીડિયો કોલ કરી બિભત્સ માગણી : પોલીસ દ્વારા શખ્સની ધરપકડ માટે તજવીજ