Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયવાવાઝોડાની આગાહીને ધ્યાને લઇ પશ્ચિમ રેલવે દ્વારા 56 ટ્રેનો રદ કરાઇ

વાવાઝોડાની આગાહીને ધ્યાને લઇ પશ્ચિમ રેલવે દ્વારા 56 ટ્રેનો રદ કરાઇ

- Advertisement -

રાજયમાં હવામાન વિભાગ દ્વારા વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. જેને લઇને તંત્ર સાબદુ થઇ ચુકયું છે. એનડીઆરએફની ટીમો પણ તેનાત કરવામાં આવી છે. ત્યારે વાવાઝોડાની આગાહીને ધ્યાને લઇ પશ્ચિમ રેલવે દ્વારા વિવિધ રૂટની કુલ 56 ટ્રેનો રદ કરવામાં આવી છે. પશ્ચિમ રેલવેના ચીફ પીઆરઓ સુમિત ઠાકુરના જણાવ્યા અનુસાર ગુજરાતમાં સંભવિત વાવાઝોડાને ધ્યાને લઇ તા. 15થી 21 મે સુધીમાં કુલ 56 જેટલી ટ્રેનો રદ કરવામાં આવી છે. આ ઉપરાંત પાંચ જેટલી ટ્રેનોને ટર્મીનેટ કરવામાં આવી છે.

- Advertisement -

જેમાં 15/05/2021ના રોજન ટ્રેન નંબર 09070 વારાણસી – ઓખા, ટ્રેન નંબર 09206 હાવડા – પોરબંદર, ટ્રેન નંબર 06506 કે.એસ.આર. બેંગલુરુ – ગાંધીધામ, તા.16/05/2021 ના રોજની ટ્રેન નંબર 09115 દાદર – ભુજ, ટ્રેન નંબર 09455 બાન્દ્રા ટર્મિનસ – ભુજ, ટ્રેન નંબર 09003 બાન્દ્રા ટર્મિનસ – ભુજ, ટ્રેન નંબર 02945 મુંબઇ સેન્ટ્રલ – ઓખા, ટ્રેન નંબર 04321 બરેલી – ભુજ, ટ્રેન નંબર 01464 જબલપુર – સોમનાથ, ટ્રેન નંબર 04680 શ્રી માતા વૈષ્ણો દેવી કટરા – જામનગર, ટ્રેન નંબર 09566 દહેરાદૂન – ઓખા, ટ્રેન નંબર 08401 પુરી-ઓખા, ટ્રેન નંબર 09270 મુઝફ્ફરપુર – પોરબંદર, ટ્રેન નંબર 09094 સંતરાગાચી – પોરબંદર. તા.17/05/2021 ના રોજની ટ્રેન નંબર 09115 દાદર – ભુજ, ટ્રેન નંબર 09455 બાન્દ્રા ટર્મિનસ – ભુજ, ટ્રેન નંબર 02971 બાન્દ્રા ટર્મિનસ – ભાવનગર ટર્મિનસ, ટ્રેન નંબર 02972 ભાવનગર – બાંદ્રા ટર્મિનસ, ટ્રેન નંબર 02945 મુંબઇ સેન્ટ્રલ – ઓખા, ટ્રેન નંબર 01465 સોમનાથ – જબલપુર, ટ્રેન નંબર 04322 ભુજ – બરેલી, ટ્રેન નંબર 02755 રાજકોટ – સિકંદરબાદ, ટ્રેન નંબર 02756 સિકંદરબાદ – રાજકોટ, ટ્રેન નંબર 09456 ભુજ – બાન્દ્રા ટર્મિનસ, ટ્રેન નંબર 09004 ભુજ – બાન્દ્રા ટર્મિનસ, ટ્રેન નંબર 09116 ભુજ – દાદર, ટ્રેન નંબર 04321 બરેલી- ભુજ, ટ્રેન નંબર 01466 જબલપુર – સોમનાથ, ટ્રેન નંબર 04678 શ્રી માતા વૈષ્ણો દેવી કટરા – હાપા, ટ્રેન નંબર 01192 પુણે – ભુજ, ટ્રેન નંબર 09238 રેવા – રાજકોટ, ટ્રેન નંબર 09240 બિલાસપુર – હાપા, ટ્રેન નંબર 09572 ભાવનગર – સુરેન્દ્રનગર, ટ્રેન નંબર 09513 રાજકોટ – વેરાવળ, ટ્રેન નંબર 09503 સુરેન્દ્રનગર – ભાવનગર, ટ્રેન નંબર 09514 વેરાવળ – રાજકોટ. તા. 18/05/2021 ટ્રેન નંબર 09116 ભુજ – દાદર, ટ્રેન નંબર 09456 ભુજ – બાન્દ્રા ટર્મિનસ, ટ્રેન નંબર 02946 ઓખા – મુંબઇ સેન્ટ્રલ, ટ્રેન નંબર 01463 સોમનાથ – જબલપુર, ટ્રેન નંબર 04312 ભુજ – બરેલી, ટ્રેન નંબર 09204 પોરબંદર – સિકંદરાબાદ, ટ્રેન નંબર 02941 ભાવનગર – આસનસોલ, ટ્રેન નંબર 06505 ગાંધીધામ -કે.એસ.આર.બેંગલુરુ, ટ્રેન નંબર 04677 હાપા – શ્રી માતા વૈષ્ણો દેવી કટરા, ટ્રેન નંબર 09572 ભાવનગર – સુરેન્દ્રનગર, ટ્રેન નંબર 09513 રાજકોટ – વેરાવળ, ટ્રેન નંબર 09503 સુરેન્દ્રનગર – ભાવનગર, ટ્રેન નંબર 09514 વેરાવળ – રાજકોટ. તા.19/05/2021ના ટ્રેન નં 08402 ઓખા – પુરી, ટ્રેન નંબર 01191 ભુજ – પુણે, ટ્રેન નંબર 09203 સિકંદરાબાદ – પોરબંદર, ટ્રેન નંબર 04679 જામનગર – શ્રી માતા વૈષ્ણો દેવી કટરા, ટ્રેન નંબર 02946 ઓખા – મુંબઇ સેન્ટ્રલ. જેમાં તા.20/05/2021 ટ્રેન નંબર 02942 આસનસોલ – ભાવનગર. તા. 21.05.2021ની ટ્રેન નંબર 09565 ઓખા – દહેરાદૂન રદ કરવામાં આવી છે.

ટ્રેન નંબર 02974 પુરી – ગાંધીધામ 15/05/2021ના અમદાવાદ સુધી જ રહેશે. ટ્રેન નંબર 06733 રામેશ્વરમ – ઓખા 14/05/2021 ના અમદાવાદ સુધી જ રહેશે. ટ્રેન નંબર 06734 ઓખા – રામેશ્ર્વરમ 18/05/2021 ના અમદાવાદ સુધી જ રહેશે. ટ્રેન નંબર 06338 એર્નાકુલમ – 14/05/2021 ના ઓખા અમદાવાદ સુધી જ રહેશે. ટ્રેન નંબર 06337 ઓખા – 17.05.2021 ના એર્નાકુલમ ટૂંક અમદાવાદ સુધી જ રહેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular