રાજયમાં કોરોના સંક્રમણને કાબૂમાં લેવા તંત્ર દ્વારા અનેકવિધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. કૃષિમંત્રી આર.સી.ફળદુ દ્વારા કોરોના પરિસ્થિતિ અંગે જાણકારી મેળવાઇ રહી છે. તાજેતરમાં જામજોધપુરમાં કૃષિ મંત્રી આર.સી.ફળદુએ માર્કટીંગ પાર્ડ મુકામે કોરોનાની પરિસ્થિતિ અંગે આગેવાનો તથા નગરપાલિકા મેડીક્લ સ્ટાફ સાથે ચર્ચા વિચારણા કરી હતી. આ તકે સાથે પૂર્વમંત્રી ચિમનભાઈ સાપરીયા, નગરપાલિકા ઉપપ્રમુખ વેપારી અગ્રણી નરેન્દ્રભાઈ કડીવાર, યાર્ડના ચેરમેન દેવાભાઇ પરમાર, ઉપપ્રમુખ સી.એમ વાછાણી, જિલ્લા સદસ્ય લાલજીભાઈ સુતરીયા, યાર્ડના સદસ્ય જયસુખભાઇ વડાલીમા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સામુહિક આરોગ્ય કેન્દ્રની મુલાકત લઈ કોવિડના દર્દીઓને મળ્યા હતા.