જામનગરમાં કોરોના મહામારી દરમિયાન અનેક સામાજિક સંસ્થાઓ દ્વારા સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે. જેમાં જામનગર પારસધામ દ્વારા પણ અનેકવિધ સેવાકાર્યોનું આયોજન ચાલી રહ્યું છે. જે પૈકી છાશ વિતરણનું પણ આયોજન થઈ રહ્યું છે. આ ગરમીની સિઝનમાં જામનગર પારસ ધામ સંકુલ અહર્મ ટીમ દ્વારા છાશ વિતરણનું સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે. છેલ્લાં કેટલાંક દિવસોથી આ વિનામૂલ્યે છાશ વિતરણ થઇ રહ્યું છે. જેમાં ગુરૂવારે રેકોર્ડબ્રેક 1250 ગ્લાસ છાશનું વિતરણ થયું હતું.