Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયઉત્તરપ્રદેશમાં ગંગાકાંઠો બન્યો કબ્રસ્તાન: મળી રહ્યા છે સેંકડો મૃતદેહ

ઉત્તરપ્રદેશમાં ગંગાકાંઠો બન્યો કબ્રસ્તાન: મળી રહ્યા છે સેંકડો મૃતદેહ

200 થી વધુ મૃતદેહો જોઇને ગ્રામજનો સ્તબ્ધ: શ્વાન ચૂંથી રહ્યા છે શબ: ભયાવહ દ્રશ્યો

- Advertisement -

કોંગ્રેસ-અધ્યક્ષ સોનિયા ગાંધીના સંસદીય ક્ષેત્ર રાયબરેલી અને તેમના ગૃહ જિલ્લા પ્રયાગરાજથી મોટા સમાચાર આવી રહ્યા છે. અહીં કાનપુર, ઉન્નાવ, કન્નૌજ, ગાઝીપુર અને બલિયાની જેમ ગંગા કિનારે સેંકડોની સંખ્યામાં દફનાવાયેલા મૃતદેહો મળી આવ્યા છે.

રાયબરેલીના ગેગાસો ગંગાઘાટ પર રેતીમાં 200થી વધુ મૃતદેહો જોઇને ગ્રામજનો પણ સ્તબ્ધ થઈ ગયા છે. ગામલોકોનું કહેવું છે કે હવે આ મૃતદેહોને કૂતરાઓ દ્વારા બહાર ખેંચવામાં આવી રહ્યા છે. છેલ્લા એક મહિનાની અંદર આ મૃતદેહો અહીં દફન કરાયેલા છે.

પ્રયાગરાજમાં ફાફામઉ ગંગાઘાટના કાંઠે પણ મોટી સંખ્યામાં દફન કરાયેલા મૃતદેહો મળી આવ્યા હતા. આસપાસના લોકોએ જણાવ્યું હતું કે અહીં રોજ 15થી 20 જેટલા મૃતદેહો દફનાવવામાં આવે છે. ઘાટના કિનારે મૃતદેહો દફનાવવા આવેલી એક વ્યક્તિએ કહ્યું, તેઓ મોંઘાં લાકડાં અને સ્મશાનનો ખર્ચ ઉઠાવી શકતા નથી, તેથી તેઓ અહીં મૃતદેહને દફનાવી રહ્યા છે. માતા ગંગા તેમને મુક્તિ આપશે. ઘાટના કિનારે લગભગ 150થી વધુ મૃતદેહો દફનાવવામાં આવ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular