Friday, January 3, 2025
Homeરાજ્યગુજરાતધો.12માં માસ પ્રમોશને લઈને સીએમ રૂપાણીનું સૌથી મોટું નિવેદન

ધો.12માં માસ પ્રમોશને લઈને સીએમ રૂપાણીનું સૌથી મોટું નિવેદન

- Advertisement -

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે રોજ બનાસકાંઠાના પાલનપુરની મુલાકાતે છે. ત્યાં તેઓએ કોરોનાની સમીક્ષા બેઠક યોજી હતી તેમાં ધો.12ની પરીક્ષા મુદ્દે નિવેદન આપતા જણાવ્યું છે કે ધો.12માં માસ પ્રમોશન આપવાનો કોઈ વિચાર નથી. સ્થિતિ સામાન્ય બનતા પરીક્ષાઓ યોજવામાં આવશે. હાલ પરીક્ષાની કોઈ તારીખ નક્કી કરાઈ નથી.

- Advertisement -

વિજય રુપાણીએ ધો.12ની પરીક્ષાઓને લઇને કહ્યું છે ધો.12 પછી યુનિવર્સિટીમાં પ્રવેશ પરીક્ષા હોવાથી માસ પ્રમોશન આપવું અઘરું પડશે.કોરોના કાબુમાં આવ્યા બાદ ધો.12ની પરીક્ષા લેવા મુદ્દે નિર્ણય લેવામાં આવશે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું છે. આ ઉપરાંત કોરોનાને લઈને સીએમએ કહ્યું હતું કે રાજ્યમાં કોરોનાના કેસો સતત ઘટી રહ્યા છે. ગઈકાલના રોજ10હજારથી પણ ઓછા કેસો નોંધાયા હતા. અને પરિસ્થિતિ કાબુમાં આવી રહી છે.

કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને ધો.10ની પરીક્ષાઓ રદ કરવામાં આવી છે. અને રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવામાં આવશે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોર કિમિટીની બેઠકમાં લીધેલા આ નિર્ણયની વિગતો આપતા કહ્યું કે, રાજ્યની ૧૨૭૬ સરકારી, ૫૩૨૫ ગ્રાન્ટ ઇન એઇડ, ૪૩૩૧ સેલ્ફ ફાઇનાન્સ અને અન્ય ૪૫ શાળાઓ મળી કુલ ૧૦,૯૭૭ શાળાઓમાં ધોરણ-૧૦ ના નિયમિત (રેગ્યુલર) વિદ્યાર્થીઓને આ માસ પ્રમોશન આપવામાં આવશે. ધો.10ના 13.5લાખ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાંની જાહેરાત કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular