Tuesday, December 24, 2024
Homeરાજ્યપડાણા નજીકથી હત્યા નિપજાવેલો યુવતીનો મૃતદેહ સાંપડયો

પડાણા નજીકથી હત્યા નિપજાવેલો યુવતીનો મૃતદેહ સાંપડયો

પથ્થર વડે માર મારી ઢીમ ઢાળી દેવાયું ?: પોલીસ દ્વારા મૃતકની ઓળખ મેળવવા તજવીજ

- Advertisement -

લાલપુર તાલુકાના પડાણાથી ઝાખર જવાના માર્ગ પરથી શુક્રવારે સાંજના સમયે અજાણી યુવતીની પથ્થર વડે હત્યા નિપજાવેલો મૃતદેહ સાંપડતા પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી મૃતકની ઓળખ મેળવવા તેમજ હત્યા કયા કારણોસર કરવામાં આવી ? તે અંગેની દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં.

બનાવની વિગત મુજબ, લાલપુર તાલુકાના પડાણાથી ઝાખર જવાના ગાડા માર્ગ પર આવેલા કડવાણી કેમીકલની પાછળના ભાગમાં અજાણી યુવતીનો મૃતદેહ પડયો હોવાની અમરસિંહ જાડેજા દ્વારા જાણ કરવામાં આવતા પીએસઆઈ કે.આર. સિસોદિયા તથા સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આજુબાજુમાં પૂછપરછ કરી મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ હાથ ધરતા પ્રાથમિક તારણમાં મૃતક યુવતીની ઉંમર 20 થી 25 વર્ષની હોવાનું તેમજ તેના ઉપર પથ્થર વડે હુમલો કરી માર મારતા મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું. જેના આધારે પોલીસે હાલ મૃતદેહને પીએમ માટે મોકલી મૃતક યુવતીની ઓળખ મેળવવા તેમજ યુવતીની હત્યા કરીને લાશને આ સ્થળે ફેંકી ગયા કે અહીંયા જ હત્યા કરવામાં આવી હતી ? તે અંગેની તપાસ આરંભી હતી તેમજ યુવતીની હત્યા કોણે અને કયા કારણોસર કરી તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular