ગુજરાતમાં વેક્સિનની અછત વચ્ચે યુવા વર્ગ રજીસ્ટ્રેશનને લઇને અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ત્યારે 45 વર્ષથી ઉપરના લોકોએ પણ વેક્સીન માટે લાંબી લાઈનોમાં ઉભા રહેવું પડે છે. તેવામાં રાજકોટનો એક વિડીઓ વાયરલ થયો છે. જ્યાં ચોકીદાર જ રૂ.100માં વેક્સિન માટેના ટોકન વહેચતો હતો. અને આ જ સેન્ટર પર મેયર ચેકિંગમાં આવ્યા હતા. અને બારોબાર ટોકનના નામે પૈસા પડાવાઈ રહ્યા હતા.
રાજકોટના ગોકુલધામ પાસે આવેલા આંબેડકરભવન આરોગ્ય કેન્દ્રમાં રૂ.100માં ટોકન અપાઈ રહ્યા હતા. તે સમયે જ રાજકોટના મેયર પ્રદીપ ડવ પોતાની કારમાં આ આરોગ્ય કેન્દ્ર પર પહોંચ્યા હતા અને ડોક્ટરને મળી ટોકનમાં કોઇ ગોલમાલ થાય નહીં તેવી સૂચના આપી જતા રહ્યા હતા, મેયરની પીઠ પાછળ ટોકનનું વેચાણ ચાલુ હતું પરંતુ મેયર 11.45 વાગ્યે ત્યાંથી જતા રહ્યા હતા એ ટોકન પર વેક્સિનેશન પણ થયું હતું.