Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતહની ટ્રેપ મામલે મહિલા પીઆઇ ગીતા પઠાણની ધરપકડ

હની ટ્રેપ મામલે મહિલા પીઆઇ ગીતા પઠાણની ધરપકડ

- Advertisement -

અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે હની ટ્રેપ મામલે મોટી સફળતા પ્રાપ્ત કરી છે. જેમાં અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે મહિલા પોલીસ ઈન્સપેક્ટરની હની ટ્રેપ મામલે ધરપકડ કરી છે. મહિલા પોલીસ ઈન્સપેક્ટર ગીતા પઠાણની ધરપકડ થતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે, મહિલા 5ીઆઇ ગીતા પઠાણ હનીટ્રેપ કરતી ગેંગનો સાથ આપતા હોવાનો ગંભીર આરોપ લાગ્યો છે. બીજીતરફ એ મામલો પણ સામે આવ્યો છે કે જેમાં તેઓ એક ગેન્ગ જે હની ટ્રેપ દ્વારા વેપારીઓને ટાર્ગેટ કરતી હતી તેમની મદદ પણ કરતા હોવાનો પણ આરોપ લાગ્યો છે.

- Advertisement -

એક તરફ પોલીસ પોતાની છબી સુધારવા માટે અનેક પ્રયત્નો કરી રહ્યાં છે. તો બીજી તરફ કેટલાક અધિકારીઓ જાણે કે સુધરવાનું નામ જ ન લીધું હોય તેમ લાગી રહ્યું છે. શહેરના વેપારી અને લોકોને સોશિયલ મીડિયા પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલીને મજા કરવાને બહાને બોલાવીને હનીટ્રેપના ગુનામાં ફસાવવાના કેસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ હનીટ્રેપમાં એક પીઆઈની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ મહિલા ક્રાઈમમા હનીટ્રેપનો ગુનો દાખલ થયો હતો.

થોડાક દિવસો પહેલા હનીટ્રેપ ગેંગમાં પકડાયેલા આરોપીઓની તપાસમાં મોટો ખુલાસો થયો હતો, જેમાં મહિલા ઙઈં ગીતા પઠાણનું નામ સામે આવ્યું હતું. ગીતા પઠાણ પર જે આરોપ લાગ્યા છે તે અનુસાર એક ગેંગ હની ટ્રેપ દ્વારા વેપારીઓને ટાર્ગેટ કરતી હતી તેમની તેઓ મદદ કરતા હતા.

- Advertisement -

જોકે, આ હની ટ્રેપ કેસના પીઆઇ ગીતા પઠાણનું નામ સામે આવ્યું ત્યારથી તેઓ ફરાર હતા. પરંતુ હાલ અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે તેમની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે. ઙઈં ગીતા પઠાણ વિરુદ્ધ અગાઉ એ.સી.બી.ટ્રેપ પણ થઈ ચૂકી છે, બીજી તરફ પીઆઇ પઠાણ વિરુદ્ધ અનેક આક્ષેપો કરતી અરજીઓ થઈ છે, ગીતા પઠાણ પુર્વ પોલીસ સ્ટેશન ફરજ બજાવતા હતા.

પીઆઈ દ્વારા પહેલાથી જ આખું નાટક રચવામાં આવતું હતું. શહેરના વેપારી અને લોકોને સોશિયલ મીડિયા પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલીને મજા કરવાને બહાને બોલાવીને હનીટ્રેપના ગુનામાં ફસાવવામાં આવતા હતા. કોઈ વ્યક્તિ સાથે હનીટ્રેપ થાય તે પહેલા જ પોલીસ જે તે વ્યક્તિને ફોન કરીને સમાધાન માટે બોલાવી લેતા.

- Advertisement -

હજી અન્ય પોલીસ અધિકારી સામે પણ પુરાવા મળ્યા છે. તેની પોલીસ તપાસ કરી રહી છે. ટુંક સમયમાં તે લોકોના પણ ધરપકડ કરી લેવાશે. 15 દિવસથી બે ટીમ ગીતા પઠાણને પકડવા માટે કાર્યરત હતી. રાજકોટથી તેમની ઘરપકડ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular