Saturday, December 21, 2024
Homeરાજ્યજામનગરવકીલ મિત્ર મંડળ દ્વારા કોરોના પ્રોટેકશન કિટ પોલીસને અપાઇ

વકીલ મિત્ર મંડળ દ્વારા કોરોના પ્રોટેકશન કિટ પોલીસને અપાઇ

- Advertisement -

જામનગરમાં હાલ કોરોના મહામારી સંદર્ભે ફ્રન્ટલાઇન વોરિયર્સ જેવા કે ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ, પોલીસ ડિપાર્ટમેન્ટ, સફાઈ કામદારો, આવશ્યક સેવા સાથે જોડાયેલા કર્મચારીઓ પોતાના જાનની પરવા કર્યા વિના પોતાની ફરજ બજાવી રહ્યા છે આવા ફ્રન્ટલાઈન વોરિયર્સને જામનગર વકીલ મિત્ર મંડળ સલામ કરે છે અને આવા વોરિયર્સ પૈકીના પ્રત્યે પોલીસ દ્વારા કરવામાં આવતી કામગીરીની સરાહનાના ભાગરૂપે જામનગર વકીલ મિત્ર મંડળ દ્વારા 600 કીટ તૈયાર કરી હતી. જે કીટમાં હાલની મહામારી સામે પ્રોટેક્શન મેળવવા માટે ઉપયોગી મલ્ટી વિટામીનના 600 બોક્સ, કપૂર અજમા લવિંગની પોટલીઓ,600,સેનેટાઈઝર તથા માસ્ક સાથેની આ કીટ જામનગરના ડીવાયએસપી ચાવડાને સુપ્રત કરવામાં આવી હતી. વકીલ મિત્ર મંડળના સભ્યો વકીલ હેમલ ચોટાઈ, રાજેશ ગોસાઈ, વિરલ રાચ્છ, રાજેશ કનખરા, આરીફ ગોદર, પિયુષ ભોજાણી, વસંત ગોરી, મિલન પારેખ દ્વારા આ કિટ તૈયાર કરવામાં આવી હતી

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular