Sunday, December 22, 2024
Homeબિઝનેસભારતીય શેરબજારમાં અફડા તફડી સાથે તેજી તરફી માહોલ યથાવત્…!!

ભારતીય શેરબજારમાં અફડા તફડી સાથે તેજી તરફી માહોલ યથાવત્…!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૦.૦૫.૨૦૨૧ ના રોજ…..

- Advertisement -

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૪૯૨૦૬.૪૭ સામે ૪૯૪૯૬.૦૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૯૪૧૨.૦૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૦૫.૪૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૯૫.૯૪ પોઈન્ટના ઉછાળા સાથે ૪૯૫૦૨.૪૧ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૮૬૯.૫૫ સામે ૧૪૯૬૮.૨૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૪૯૩૯.૦૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૮૪.૩૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૨૨.૪૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૪૯૯૨.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત મજબૂતીએ થઈ હતી. દેશમાં કોરોનાની બીજી લહેર સતત ઘાતક નીવડી રહી હોઈ મોતના મોટા આંકડા આવી રહ્યા હોઈ એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા યુદ્વના ધોરણે આ સંક્રમણને કાબૂમાં લેવા થઈ રહેલા પ્રયાસો અને કોર્પોરેટ જગત પણ આગળ આવીને આ કામગીરીમાં જોડાઈ જતાં આગામી દિવસોમાં કોરોના અંકુશમાં આવવાની અપેક્ષા અને વેક્સિનેશનમાં ઝડપી વધારાની અપેક્ષા વચ્ચે આજે ફંડો, મહારથીઓએ શેરોમાં તેજી તરફી ચાલ આગળ વધારી હતી.

- Advertisement -

આ સંકટના કાળમાં દેશના હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ ક્ષેત્રને વેક્સિન તેમજ દવાઓ અને સાધનોની નવી ક્ષમતા મોટાપાયે ઊભી કરવા નાણાકીય પ્રવાહિતાની મોટી આવશ્યકતાને ધ્યાનમાં લઈ ગત સપ્તાહના અંતે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા પ્રવાહિતા ઉપલબ્ધ કરાતાં પોઝિટીવ અસરે ફાર્મા શેરોમાં તેજી સાથે મેટલ, કેપિટલ ગુડ્સ, પાવર અને યુટિલિટીઝ શેરોમાં ખરીદી અને બેઝિક મટિરિયલ્સ, ઈન્ડસ્ટ્રિયલ્સ, ઓટો અને ઓઈલ એન્ડ ગેસ શેરોમાં આકર્ષણે ભારતીય શેરબજાર સતત ત્રીજા દિવસે ઉછાળા સાથે બંધ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૯૭% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૯૪% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર આઇટી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૩૩૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૦૩૮ અને વધનારની સંખ્યા ૨૦૬૮ રહી હતી, ૨૨૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૮૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૫૧૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, દેશ પર આવી પડેલી કોરોનાની બીજી લહેરરૂપી ઐતિહાસિક આફતના પરિણામે પરિસ્થિતિ અંકુશ બહાજ જવા લાગતાં વિશ્વભરની મદદ લેવાની ફરજ પડવા લાગી છે. ભારતની મજબૂત મનાતી હેલ્થ સિસ્ટમ આ મહામારી સામે લડવા અપર્યાપ્ત પૂરવાર થઈ અત્યારે સર્જાયેલી મહા કટોકટીની સ્થિતિમાંથી ક્યારે બહાર આવી શકાશે એ કહેવું મુશ્કેલ બન્યું છે, ત્યારે ભારતની મદદે આવવા અનેક દેશોએ તૈયારી બતાવી છે, છતાં આ અસાધારણ કટોકટી વેક્સિનની અપર્યાપ્ત ઉપલબ્ધિના કારણે ટૂંકાગાળામાં દૂર થવાની શકયતા નહિવત રહેતા જેના કારણે દેશના વિવિધ ભાગોમાં લોકડાઉન જેવા અંકુશો લાગુ કરવાની પડી રહેલી ફરજના પરિણામે દેશનું અર્થતંત્ર વધુ ડામાડોળ થવાની શક્યતા સાથે આગામી દિવસોમાં ભારતીય શેરબજારમાં સાવચેતી જરૂરી બની રહેશે.

તા.૧૧.૦૫.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૧૦.૦૫.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૪૯૯૨ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૫૦૮૮ પોઈન્ટના પ્રથમ અને ૧૫૧૮૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૪૯૦૯ પોઈન્ટ થી ૧૪૮૭૮ પોઈન્ટ ૧૪૮૦૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૫૧૮૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૧૦.૦૫.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૩૩૪૩ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૩૦૦૮ પોઈન્ટના પ્રથમ અને ૩૨૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૩૪૭૪ પોઈન્ટ થી ૩૩૬૦૬ પોઈન્ટ, ૩૩૭૭૭ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૩૭૭૭ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • પિરામલ એન્ટરપ્રાઇઝ ( ૧૭૨૬ ) :- ફાઇનાન્સિયલ સર્વિસ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૭૦૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૬૭૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૭૪૭ થી રૂ.૧૭૬૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૭૭૩ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • એસ્કોર્ટસ લિમિટેડ ( ૧૧૮૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૧૬૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૧૫૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૨૦૩ થી રૂ.૧૨૨૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • રામકો સિમેન્ટ ( ૯૫૯ ) :- રૂ.૯૩૦ નો પ્રથમ તેમજ રૂ.૯૧૯ ના બીજા સપોર્ટથી સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૯૮૩ થી રૂ.૯૯૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • જેએસડબ્લ્યુ સ્ટીલ ( ૭૬૨ ) :- આયર્ન & સ્ટીલ / ઇન્ટરમ.પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૭૭૪ થી રૂ.૭૮૭ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૭૪૪ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ભારત ફોર્જ ( ૬૫૫ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૩૦ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૬૬૭ થી રૂ.૬૭૬ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • પિડિલાઈટ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૮૫૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ સ્પેશિયાલીટી કેમિકલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૮૮૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૮૩૦ થી રૂ.૧૮૧૮ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૯૦૯ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • અદાણી એન્ટરપ્રાઇઝ ( ૧૩૧૧ ) :- રૂ.૧૩૪૪ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૩૫૦ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૨૯૭ થી રૂ.૧૨૮૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૩૬૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • બર્જર પેઈન્ટ ( ૭૨૪ ) :- ફર્નિચર, ફર્નીશિંગ, પેઇન્ટ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૭૪૭ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૭૦૭ થી રૂ.૬૯૬ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • ગ્લેનમાર્ક માર્ક ( ૬૩૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૬૪૬ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૬૧૬ થી રૂ.૬૦૬ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૬૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • જિંદાલ સ્ટીલ ( ૪૯૨ ) :- ૫૦૯ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૫૧૭ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૪૮૪ થી રૂ.૪૭૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૫૨૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular