દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ હાલ ચિંતાજનક સ્તરે છે. તે સામે તંત્ર દ્વારા લાગુ કરવામાં આવેલા જાહેરનામાનો ભંગ કરવા બદલ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બે દિવસ દરમ્યાન કુલ બે ડઝન જેટલા શખ્સો સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માસ્ક ન પહેરવા, સોશિયલ ડિસ્ટન્સીંગના નિયમનો ભંગ કરવા સહિતના જુદા જુદા મુદ્દે કરવામાં આવેલી પોલીસ કાર્યવાહી અંતર્ગત ખંભાળિયા તાલુકાના સલાયા ગામે અજમુદ્દીન યાકુબ બ્લોચ અને અસલમ ગફાર મોખા સામે, વાડીનારમાં કલ્પેશ આશાભાઈ મકવાણા અને મનોજ વેરશીભાઈ ચાવડા સામે, ભાણવડમાં ઈસ્માઈલ હાસમ મોઢવાડિયા, ચેતન રતિલાલભાઈ જોલાઈ, રવિ જેન્તીભાઈ સોલંકી અને ભાવેશ નરસીભાઇ કટેશીયા સામે, દ્વારકામાં લખમણ કાના નાગેશ, ભોજા રણધીર રબારી, રામસંગભા દાનુભા હાથલ, કિશોર કુરજીભાઈ ડાભી, કરસન જીવણભાઈ માંગલીયા, જાડુભા ખેરાજભા માણેક, અને અમિન મામદભાઈ કાટીયા સામે, મીઠાપુરમાં રમેશ બચુભાઈ પરમાર સામે, ઓખામાં મયુદીન સુલેમાન સંઘાર સામે, કલ્યાણપુરમાં સંજય દેવાભાઈ મકવાણા, જયેશ રમેશભાઈ રામકબીર, કાના દેવાભાઈ મકવાણા, જયસુખ ધનાભાઈ ડાભી, મેરુ કાના ચૌહાણ અને રમેશ મશરીભાઈ ચૌહાણ સામે સ્થાનિક પોલીસમાં કલમ 188 વિગેરે મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.