Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયશું દેશમાં કોરોનાની બીજી લહેરની પીક આવી ગઇ ?

શું દેશમાં કોરોનાની બીજી લહેરની પીક આવી ગઇ ?

છેલ્લા ત્રણ દિવસના આંકડા સૂચવી રહ્યા છે ડાઉનવર્ડ ટ્રેન્ડ: ગુજરાતમાં ત્રણ દિવસમાં નવા કેસમાં 2,500 થી વધુનો ઘટાડો: દિલ્હી અને મુંબઇમાં પણ પોઝીટીવીટી રેટ ઘણો ઘટ્યો: આઇઆઇટી કાનપુરમાં રિપોર્ટ અનુસાર 10 મે સુધીમાં નવા કેસ અને 14 મે સુધીમાં એકટીવ કેસની પીક આવી શકે છે

- Advertisement -

છેલ્લા ત્રણ-ચાર દિવસથી દેશમાં કોરોનાના નવા કેસની સંખ્યામાં ધીમો પણ નક્કર ઘટાડો નોંધાઇ રહ્યો છે. સપ્તાહ પહેલા 4.14 લાખ નવા કેસની રેકોર્ડ ઉંચાઇ પ્રાપ્ત કર્યા બાદ છેલ્લા ચાર દિવસમાં કોરોના કેસમાં ઘટાડાનો ટ્રેન્ડ જણાઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 3.66 લાખ નવા કેસ નોંધાયા છે. તો બીજી તરફ ગુજરાતમાં પણ છેલ્લા ત્રણ દિવસમાં કોરોનાના નવા કેસની 2,500 થી વધુ ઘટાડો નોંધાયો છે. જે ઓક્સિજન પર આવી ગયેલી રાજ્યોની હેલ્થ કેર સેન્ટર માટે રાહત આપનાર છે. સૌથી વધુ અસરગ્રસ્ત એવા દિલ્હીમાં પણ પોઝીટીવીટી રેટમાં છેલ્લા એક સપ્તાહમાં 15 ટકા જેવો તોતિંગ ઘટાડો નોંધાયો છે. તો દેશની આર્થિક રાજધાની મુંબઇમાં પણ સ્થિતિ ધીમે-ધીમે અંકુશમાં આવી રહી છે. આ તમામ ઇન્ડીકેશનો દેશમાં કોરોનાની બીજી લહેરની પીક આવી ગઇ હોવાના સંકેતો આપી રહી છે. થોડા સમય પહેલા જ આઇઆઇટી કાનપુરના નિષ્ણાતોએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું હતું કે, 8 થી 10 મે વચ્ચે દેશમાં કોરોનાના નવા કેસની પીક આવી શકે છે. જ્યારે 12 થી 14 મે વચ્ચે એકટીવ કેસની પીક નોંધાઇ શકે છે. હાલ તો આંકડાઓ પરથી આઇઆઇટીના આ રિપોર્ટને સમર્થન મળતું જણાઇ રહ્યું છે. જો કે, દક્ષિણના રાજ્ય ખાસ કરીને કર્ણાટક, કેરેલા, તામિલનાડુ, આંધ્રપ્રદેશમાં કોરોનાના વધી રહેલા કેસ થોડી ચિંતા ઉપજાવી રહ્યા છે.

- Advertisement -

જ્યારે ઉત્તરમાં ઉત્તરપ્રદેશ અને બિહાર પણ કોરોનાની આ લહેરને દશા અને દિશા નક્કી કરે તેવુ જણાઇ રહ્યું છે. દેશમાં કોરોનાની બીજી લહેર વચ્ચે સોમવારે રાહતના સમાચાર આવ્યા. નવા દર્દીઓની સંખ્યા 5 દિવસમાં પ્રથમ વખત 4 લાખથી નીચે આવી છે. છેલ્લા 24 કલાકમાં અહીં 3 લાખ 66 હજાર 317 લોકોમાં કોરોનાએ પુષ્ટિ થઈ. 3 લાખ 53 હજાર 580 લોકો પણ સ્વસ્થ થયા, જ્યારે 3,747 લોકોએ જીવ ગુમાવ્યો. આ રીતે એક્ટિવ કેસની સંખ્યા, એટલે કે દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે, એમાં ફક્ત 8,907નો વધારો થયો છે. છેલ્લા 55 દિવસમાં આ સૌથી ઓછા છે. આ પહેલાં 15 માર્ચે 4,103 એક્ટિવ કેસ વધ્યા હતા.

દેશનાં 18 રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન જેવા પ્રતિબંધો છે. એમાં હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, તામિલનાડુ, મિઝોરમ, ગોવા અને પુડુચેરી. પહેલાંના લોકડાઉન જેવા કડક પ્રતિબંધો છે. દેશનાં 14 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંશિક લોકડાઉન છે, એટલે કે અહીં પ્રતિબંધો છે, પણ છૂટ પણ છે. આમાં જમ્મુ-કાશ્મીર, લદાખ, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, મેઘાલય, નાગાલેન્ડ, આસામ, મણિપુર, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને ગુજરાત સામેલ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular