રાજ્યભરમાં વધી રહેલા કોવિડ સંક્રમણ વચ્ચે અનેક દર્દીઓ ઓક્સિજનની અછતના અભાવે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. તેવામાં રાજકોટના ભાઈ બહેને એક વેબસાઈટ બનાવી છે. જેના પર RTPCR રીપોર્ટ અપલોડ કરતા જ 15મિનીટમાં ઓક્સિજન સીલીન્ડર મળી રહેશે. જરૂરિયાતમંદ લોકોને આ વેબસાઈટ પરથી વિનામૂલ્યે ઓક્સિજન મળી રહેશે.
રાજકોટના ડો. શિવાંગી અને જય માંડવીયા બન્ને ભાઈ બહેને કોરોનાની મહામારીમાં ઓક્સિજનની લોકીને ખૂબ જ જરૂરિયાત પડી રહી હોય તે માટે દુબઈ ખાતેથી ઓક્સિજન સિલિન્ડર મંગાવ્યા હતા. જે દરમિયાન, ઓક્સિજનની 520 જેટલી બોટલો રાજકોટ ખાતે આવી પહોંચતા હવે રાજકોટમાં જરૂરિયાતમંદ દર્દીઓને ઓક્સિજન સિલિન્ડર ઘરે બેઠા મળી જાય તે માટે વેબસાઈટ શરૂ કરી છે. આ સેવામાં ડો. શિવાંગી અને તેમના ભાઈ જય સાથે કમલેશ ગણાત્રા અને તેમના મિત્રો આ સેવામાં જોડાયા છે.
તેઓએ www.brightoxyhelp.com નામની એક વેબસાઈટ તૈયાર કરી છે. જેના પરથી જરૂરીયાતમંદ લોકોને ઓક્સિજન મળી રહે છે. ડો. શિવાંગી માંડવીયા, તેના ભાઇ જય અને સાથી મિત્રોની મદદ વડે કોરોના દર્દીઓ સુધી ઓક્સિજન પહોંચાડવા સૌરાષ્ટ્રની સૌપ્રથમ વેબસાઈટ બનાવી છે.
આ રાજકોટમાં જ રહેતા ભાઇ-બહેને તેમના મિત્રો સાથે મળી ટીમ વર્ક કરી સ્વખર્ચે દુબઇથી ઓક્સિજન સિલિન્ડર મગાવી સેવા શરૂ કરી છે. આ સંસ્થા તાલુકા લેવલે કે જ્યાં સેવાઓનો અભાવ છે ત્યાં પણ સેવા ચાલુ કરવા જઇ રહ્યાં છે અને નવા ત્રણ સેન્ટર જામનગર જિલ્લાનું કાલાવડ, સુરેન્દ્રનાગરનું મુળી તેમજ જુનાગઢ જિલ્લામાં પણ સેવાઓ ટૂંક સમયમાં શરૂ કરવા વિચારી રહ્યાં છે. જે જરૂરિયાતમંદ ઓક્સિજન સિલિન્ડર લઈ ગયા હોય એવા ઘણા લોકો ફરીથી એ ઓક્સિજન સિલિન્ડર પોતાની રીતે ભરાવીને પાછા પણ મૂકી જાય છે જેથી કરીને અન્ય લોકોને મદદ મળી રહે.