Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયદેશમાં કોરોનાના એક્ટિવ કેસોમાં આજે માત્ર 8589 નો વધારો, 3.53લાખ સ્વસ્થ થયા

દેશમાં કોરોનાના એક્ટિવ કેસોમાં આજે માત્ર 8589 નો વધારો, 3.53લાખ સ્વસ્થ થયા

- Advertisement -

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3.66 લાખ કેસ નોંધાયા છે. તેની સામે 3.53લાખ દર્દીઓ સ્વસ્થ થયા છે. ત્યારે 3754 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે જ દેશમાં કોરોનાનો કુલ મૃતકઆંક 2,46,116 થયો છે. હાલ દેશમાં 37,45,237 એક્ટીવ કેસ છે. આજના આંકડાઓ રાહત આપનાર છે. કારણકે કોરોનાના નવા કેસમાં આંશિક ઘટાડો થયો છે. કોરોનાની મહામારી સામે લડવા દેશમાં વેક્સીનેશનની પ્રક્રિયા પણ ચાલી રહી છે. અત્યાર સુધીમાં 17કરોડ લોકોને વેક્સીન આપવામાં આવી છે.

- Advertisement -

 આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ, છેલ્લા 24 કલાક દરમિયાન, દેશભરમાં કોરોના વાયરસના માત્ર 8589 કેસોમાં વધારો થયો છે. હવે પહેલા જે દૈનિક સક્રિય કેસોમાં વધારો થતો હતો તે ઝડપે વધી રહ્યો નથી અને જેટલા નવા કેસો સામે આવી રહ્યા છે તેની સામે સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહયો છે. નવા કેસની વાત કરીએ તો છેલ્લા 24 કલાક દરમિયાન દેશભરમાં કોરોનાના 366161 નવા કેસ નોંધાયા છે અને હવે દેશમાં કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા વધીને 2.26 કરોડ થઈ ગઈ છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાક દરમિયાન દેશના 353818 લોકો કોરોનાથી સંપૂર્ણ રીતે સાજા થયા છે.

અત્યાર સુધીમાં, દેશભરમાં 17.01 કરોડથી વધુ લોકોને રસી આપવામાં આવી છે, જેમાંથી 13.44 કરોડને પ્રથમ ડોઝ અને 3.57 કરોડને બંને ડોઝ મળ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular