દ્વારકા જિલ્લાના મિઠાપુરમાં ભિમરાણામાં રહેતાં તરૂણનું અપહરણ કરી સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આર્ચયાના ગુનામાં પોલીસે ભિમરાણાના શખ્સની ધરપકડ કરી કોવિડ પરિક્ષણ કરાયાબાદ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગેની વિગત મુજબ દેવભુમિ દ્વારકા જિલ્લાના મિઠાપુરમાં ભિમરાણા વિસ્તારમાં રહેતાં ભાવેશ પરમાર નામના શખ્સે તેમના જ વિસ્તારમાં રહેતા એક બાર વર્ષના તરૂણ ભાવેશના ઘર પાસેથી પસાર થતાં તરૂણને મોઢે હાથ રાખી તરૂણને રૂમમાં લઇ જઇ સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આર્ચયું હતું. ત્યારબાદ ભયભિત થયેલો તરૂણ તેના ઘરે જતો રહ્યો હતો અને આ અંગેની જાણ તેના માતા-પિતાને કરતાં આ બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે ડીવાયએસપી સમીર સારડા તથા સ્ટાફે આરોપી ભાવેશ પરમાર નામના શખ્સની અટકાયત કરી તેનો કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો. જે નેગેટીવ આવ્યા બાદ ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથધરી હતી.
મિઠાપુરમાં સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચરનાર નરાધમની ધરપકડ
પોલીસ દ્વારા આરોપીનો કોવિડ ટેસ્ટ કરાવ્યો: તરૂણ ઉપર કૃત્ય આચરનાર શખ્સ ઉપર ફિટકાર