ખિજડીયા ફિલ્ટર પ્લાન્ટની જામનગર શહેરમાં પાણી પુરું પાડતી પાઇપલાઇન લિકેજ થતાં જામનગર મહાનગરપાલિકાના સોલેરિયમ ઝોન-1, નવાનામ ઝોન-બી, બેડી ઝોન-એ તથા સમર્પણ ઝોન-એ હેઠળ આવતાં વિસ્તારોમાં પાણી વિતરણમાં વિક્ષેપ પડશે.
ખિજડીયા ફિલ્ટર પ્લાન્ટથી જામનગર સીટીમાં પાણી પુરું પાડતી મુખ્ય 1100 એમ.એમ. ડાયાની એમ.એસ. પાઇપલાઇન ખિજડીયા ફિલ્ટર પ્લાન્ટ અને ધુંવાવ ગામની વચ્ચે રાધા સ્વામી સત્સંગ હોલ પાસે લીકેજ થયેલ છે. જેના રિપેરીંગ કામ માટે તા. 7ના રોજ સોલેરિયમ ઝોન-એ હેઠળ આવતાં વિસ્તાર વાલકેશ્ર્વરીનગર, સ્વસ્તિક સોસાયટી, પારસ સોસાયટી, સદ્ગુરુ કોલોની, હિંમતનગર 1 થી 5, જયતિ સોસાયટી, દ્વારકેશ સોસાયટી, વિકાસ ગૃહ રોડ, રામેશ્ર્વરનગર, માતૃઆશિષ, પટેલ કોલોની 1 થી 8 રોડ નં. 4, પટેલવાડી વિગેરે નવાગામ ઝોન-બી હેઠળ આવતાં વિસ્તારો માટેલ ચોક, રાજ રાજેશ્ર્વરી, જલારામ પાર્ક, ક્રિષ્નાપાર્ક, દ્વારકેશ પાર્ક, ગાયત્રીનગર, જલારામનગર, રામેશ્ર્વરનગર, વિનાયક પાર્ક, શિવમ એસ્ટેટ, શાંતિ પાર્ક, ગ્રામિણ બેંક રોડ, શક્તિ પાર્ક, નવજીવન સોસાયટી, પટેલ વાડી, નિર્મળનગર, ભોળેશ્ર્વર સોસાયટી, નંદનવન સોસાયટી વિગેરે બેડી ઝોન-એ હેઠળ આવતાં જોડિયા ભુંગા, માધાપર ભુંગા, ગરીબનગર-પાણાખાણ, દિવેલીયાની ચાલી-ચકલી કાંટો, સલીમબાપુના મદ્રેસાવાળો વિસ્તાર, હાઉસિંગ બોર્ડ, વૈશાલીનગર, માધાપર ભુંગા ઇ.એસ.આર. (ઢીંચડા ગામ સપ્લાય) વિગેરે સમર્પણ ઝોન-એ હેઠળ આવતાં રેલવે અંડરબ્રિજના નજીકના ઓશવાળ-3,4 તથા તેના આજુબાજુના સંલગ્ન વિસ્તારો, કેવલિયાવાડી તથા તેને સંલગ્ન, વૃંદાવન સોસાયટી તથા તેને સંલગ્ન વિસ્તારો, અંધાશ્રમ તથા તેને સંલગ્ન વિસ્તારો, વાસાવિરા તથા તેને સંલગ્ન વિસ્તારો, ધરારનગર-1 તથા તેને સંલગ્ન વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેવા પામશે અને ત્યારબાદના દિવસે પાણી વિતરણ રાબેતા મુજબ કરવામાં આવશે. તેમ જામનગર મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખાની યાદી જણાવે છે.