Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં લેઉવા પટેલ કોવિડ કેર સેન્ટરનો શુભારંભ

જામનગરમાં લેઉવા પટેલ કોવિડ કેર સેન્ટરનો શુભારંભ

પ્રથમ 24 કલાકમાં જ 22 પોઝિટિવ લોકો પહોંચ્યા

- Advertisement -

હાલમાં કોરોનાની વૈશ્ર્વિક મહામારી ચાલી રહી છે ત્યારે લેઉવા પટેલ સમાજ દ્વારા જ્ઞાતિજનો માટે કોવિડ કેેર સેન્ટર તાત્કાલિક અસરથી ઉભું કરવામાં આવ્યું છે. આ સેન્ટરનો શુભારંભ પ્રણામી સંપ્રદાયના મહંત કૃષ્ણમણી મહારાજના હસ્તે કરવામાં આવ્યો હતો. આ તકે સમાજના પ્રમુખ મનસુખભાઇ રાબડીયા, મંત્રી અશોકભાઇ પટેલ, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ભરતભાઇ બોરસદીયા, પૂર્વ સ્ટે. કમિટી ચેરમેન દિવ્યેશ અકબરી, કોર્પોરેટર પાર્થ કોટડીયા, રાજુભાઇ પટેલ, પૂર્વપ્રમુખ રામજીભાઇ ગઢીયા, પૂર્વ ચેમ્બર તુલસીભાઇ ગજેરા, લવજીભાઇ વાદી, રમેશભાઇ વેકરીયા સહિત જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યાં હતાં. આ તકે ઉપસ્થિત પૂ. કૃષ્ણમણિ મહારાજે લોકોને આ વૈશ્ર્વિક મહામારીનો હિમંતપૂર્વક સામનો કરવા અપીલ કરી હતી. સંસ્થા દ્વારા આ કોવિડ સેન્ટરમાં આવનાર તમામ લોકોને રહેવા, જમવા તથા નાસ્તા અને મેડિસીનની વિનામૂલ્યે વ્યવસ્થા કરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે, સેન્ટર શરુ કર્યાના પ્રથમ 24 કલાકમાં જ 22 લોકો એડમીટ થઇ ગયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular