બંગાળ રાજ્યમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીઓમાં જાહેર થયેલા પરિણામો મુજબ ટીએમસી પાર્ટીને મળેલી બહુમતી મળતા આ પરિણામો બાદ સમગ્ર રાજ્યમાં હિંસાનું વાતાવરણ ફેલાયેલ છે અને સરેઆમ લૂંટફાટ, કત્લેઆમ અને મારામારી દ્વારા હિંસાનું તાંડવ ચાલી રહેલ છે તેના અનુસંધાને જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલે બંગાળ રાજ્યમાં ચાલી રહેલી હિંસાખોરીને વખોડી કાઢતા જણાવેલ છે કે, પશ્ચિમ બંગાળના પરિણામો બાદ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને વીણી વીણીને તે મારવામાં આવે તેમના મકાનો તથા ધંધાના સ્થળોને તોડફોડ કરવામાં આવી રહેલ છે. ત્યારે સમગ્ર ભારતમાં ચૂંટણી પરિણામો બાદ આવી હિંસા ફેલાવી હોય તેવું માત્ર પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલ છે. ટીએમસી પક્ષના કાર્યકરો દ્વારા ચાલી રહેલી આ હિંસક પ્રવૃતિ ફેલાવી રહેલ છે. ત્યારે આ પ્રમાણે પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલી ગુંડા ગર્દી અંગે નાગરિકોને જાણકારી મળી રહે તે માટે ધ્રોલ ખાતે એક પ્રેસ કોન્ફરન્સ રાખીને મમતા બેનરજીની ટીએમસી પાર્ટીની આ પ્રવૃતિને વખોડી કાઢેલ છે અને તાકીદે પશ્ર્ચિમ બંગાળમાં શાંતિની સ્થાપના કરીને લોકશાહીના મૂલ્યોની જાળવણી કરવામાં આવે તેવી માગણી કરી હતી.
આ પ્રસંગે ધ્રોલ એચએમસીના પૂર્વ ચેરમેન રસીકભાઈ ભંડેરી, ધ્રોલ તાલુકા ભાજપાના પ્રમુખ નવલભાઈ મુંગરા, ધ્રોલ શહેર ભાજપાના પ્રમુખ મગનભાઇ ભોજાણી સહિતના કાર્યકરો એ હાજરી આપી હતી.
હાલમાં કોરોના સંક્રમણને કારણે પશ્ર્ચિમ બંગાળમાં ચાલી રહેલી હિંસાખોરીનો ધરણા કે સત્યાગ્રહ જેવા કાર્યક્રમો નહીં યોજીને માત્ર મીડિયા દ્વારા આ પ્રશ્ર્નો અંગે વિરોધ દર્શાવીને તાત્કાલિક આ પ્રવૃતિઓને ડામવમાં આવે તેમજ લોકોને પણ પશ્ચિમ બંગાળમાં થયેલી હિંસાખોરીની જાણકારી મળી રહે તે માટે આ આયોજન કરવામાં આવેલ છે.