Saturday, December 28, 2024
Homeરાજ્યજામનગરજામનગર એનએસયુઆઇ અને યુવક કોંગ્રેસ દ્વારા ઓકિસજન સિલિન્ડરના ફલો મીટરની સેવા

જામનગર એનએસયુઆઇ અને યુવક કોંગ્રેસ દ્વારા ઓકિસજન સિલિન્ડરના ફલો મીટરની સેવા

- Advertisement -

કોરોના મહામારીમાં દર્દીઓ માટે ઓકિસજન સિલિન્ડરની ખુબ જ આવશ્યકતા રહે છે. ઓકિસજન સિલિન્ડર માટે ફલોમિટર(વાલ)ની પણ જરૂરિયાત પડતી હોય છે. હાલના સમયમાં ઓકિસજનની માંગ ખુબ મોટાં પ્રમાણમાં વધી છે. ત્યારે જામનગર એનએસયુઆઇ અને યુવક કોંગ્રેસ દ્વારા દર્દીઓને ફલોમિટર વિનામૂલ્યે આપવામાં આવી રહ્યા છે.

- Advertisement -

છેલ્લા 6 દિવસ થી યુવક કોંગ્રેસ અને એનએસયુઆઇ જામનગર દ્વારા ઓક્સિજન સિલિન્ડર માટે જરૂરી એવા ફ્લોમીટર(વાલ્વ)ની જામનગર શહેર ના લોકો સુધી વિના મૂલ્યે પહોંચાડવાની સેવા કરવામાં આવી રહી છે. હજુ પણ આ વ્યવસ્થા લોકો માટે ચાલુ જ છે. જે વ્યક્તિ ઘરે કોરોન્ટાઇન હોઈ તેમને ફ્લોમિટર ની જરૂર હોય તેઓ યુવક કોંગ્રેસ જામનગર પ્રમુખ ડો તોસિફખાન પઠાણ મો.88660 55555, યુવક કોંગ્રેસ ગુજરાત મંત્રી શક્તિસિંહ જેઠવા મો. 93268 11111, એનએસયુઆઇ જામનગર પ્રમુખ મહિપાલસિંહ જાડેજા મો.95585 49999, યુવક કોંગ્રેસ જામનગર ઉપ પ્રમુખ રવીરાજસિંહ ગોહિલ મો. 8140409854 નો સંપર્ક કરી ને હાજર માં હોઈ ત્યાં સુધી પરત આપવા ની શરતે મેળવી શકે છે. અત્યાર સુધી 178 વ્યક્તિ એ ને ફ્લોમિટર પોહચાડવા માં આવ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular