દિલ્હી સહિત સમગ્ર દેશમાં ઓક્સિજન સંકટ વિશે દિલ્હી હાઈકોર્ટે કડક વલણ દર્શાવ્યું છે. કોર્ટે મંગળવારે કેન્દ્ર સરકારને કહ્યું છે કે, આખા દેશમાં લોકો ઓક્સિજન માટે રડી રહ્યા છે. લોકોના જીવ જઈ રહ્યા છે. ત્યારે તમે આટલા અસંવેદનશીલ કેવી રીતે થઈ શકો? આ લાગણીઓ સાથે જોડાયેલો મુદ્દો છે. લોકોના જીવ જોખમમાં છે ત્યારે તમે આંખ આડા કાન કરી શકો, અમે નહીં.
કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું કે, જો તમે ઓક્સિજન સપ્લાય મેનેજમેન્ટ IIT અને IIMને આપી દો. તે લોકો આને વધારે સારી રીતે મેનેજ કરી શકશે. તેમાં IIMના એક્સપર્ટ અને બ્રિલિયન્ડ મગજ વાળા લોકોને જોડવા જોઈએ. કોર્ટે આ વાત દિલ્હીના માયારામ હોસ્પિટલ તરફથી દાખલ કરવામાં આવેલી પિટીશનની સુનાવણી કરતાં કહ્યું છે.
કોર્ટને એમિક્સ ક્યુરીએ જણાવ્યું કે, મહારાષ્ટ્રમાં ઓક્સિજનની ડિમાન્ડ ઓેછી છે. તેથી ત્યાં મોકલવામાં આવતા સપ્લાયમાં ઘટાડો કરીને તેને દિલ્હી મોકલવો જોઈએ. ક્યુરીએ એવું પણ જણાવ્યું છે કે, ઓક્સિજનને સ્ટોર પણ કરી શકાય છે. જેથી ઈમરજન્સીના સંજોગોમાં કોઈનો જીવ ના જાય. બીજી બાજુ કોર્ટે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢતા કહ્યું છે કે, દિલ્હીને 700 મેટ્રિક ટન ઓક્સિજનનો સપ્લાય આપવા કહ્યું છે અને કોઈ પણ સંજોગોમાં તેમને એટલો સપ્લાય મળવો જોઈએ.
આ મુદ્દે શનિવારે થયેલી સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કડક નિવેદન આપતા કહ્યું હતું કે, પાણી હવે માથા ઉપરથી જતુ રહ્યું છે. હવે અમને માત્ર કામથી જ મતલબ છે. હવે તમારે દરેક વસ્તુની વ્યવસ્થા કરવી પડશે. હાઈકોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે કે, દરેક સ્થિતિમાં દિલ્હીને 490 મેટ્રિક ટન ઓક્સિજન પહોંચવો જોઈએ. જો આ આદેશનું પાલન કરવામાં નહીં આવે તો કોર્ટની અવમાનનાની કાર્યવાહી કરવામાં આવશે.
આ પહેલાં પણ શુક્રવારે હાઈકોર્ટે કડક શબ્દોમાં કહ્યું હતું કે, સરકાર સંપૂર્ણ રીતે નિષ્ફળ સાબીત થઈ છે. દેશ સંક્રમણમાં બહુ મોટો સાક્ષી બની રહ્યો છે. તેણે સમગ્રમેડિકલ સિસ્ટમ પર અસર કરી છે. કોઈએ કલ્પના નહતી કરી કે આ વાઈરસ આપણાં પણ આ રીતે હુમલો કરશે.
સુનાવણી દરમિયાન સ્ટેટ બાર કાઉન્સિલના ચેરમેન અને સીનિયર વકિલ રમેશ ગુપ્તા રડી પડ્યા હતા. તેમણે કોર્ટમાં કહ્યું હતું કે, અમને બાર કાઉન્સિલિંગના ઘણાં સંક્રમિતોના ફોન આવી રહ્યા છે. તેમને ઓક્સિડન સિલિન્ડર નહીં મળે તો તેઓ મરી જશે. આ વિશે કોર્ચે કહ્યું કે, અમે તમારી પીડા સમજીએ છીએ. કોઈએ નહતું વિચાર્યું કે, કોરોના વાઈરસના કારણે આટલા ખરાબ દિવસો આવશે.
દિલ્હીમાં સોમવારે 18,043 લોકો પોઝિટિવ નોંધાયા છે. 20, 293 લોકો સાજા થયા અને 448 લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં 11 લાખ 94 હજાર લોકો સંક્રમણની ઝપટમાં આવી ગયા છે. તેમાંથી 10 લાખ 85 હજાર લોકો સાજા થયા છે. જ્યારે 17,414 દર્દીઓના મોત થયા છે. 89,592 લોકોની સારવાર ચાલી રહી છે.