Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરજામનગરના નાઘેડીમાં બીમારીથી કંટાળી વૃધ્ધનો આપઘાત

જામનગરના નાઘેડીમાં બીમારીથી કંટાળી વૃધ્ધનો આપઘાત

કીડનીની બીમારીથી કંટાળી ઝેરી દવા ગટગટાવી : મોખાણામાં સળગતો દિવો માથે પડતા યુવતીનું મોત : ધરારનગરમાંથી વૃધ્ધનો મૃતદેહ સાંપડયો: જામનગરમાં બીમારી સબબ યુવાનનું મોત

- Advertisement -

જામનગર તાલુકાના નાઘેડી ગામમાં રહેતા વૃધ્ધે કીડનીની બીમારીથી કંટાળી તેના ઘરે ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. જામનગર તાલુકાના મોખાણા ગામમાં રહેતી યુવતી ઉપર સળગતો દિવો પડતા દાઝી જવાથી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જામનગર શહેરમાં ધરારનગર પાસે આવેલી શાળા નજીકથી વૃધ્ધ પુરૂષનો મૃતદેહ મળી આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના નાઘેડી ગામમાં રહેતા પીઠાભાઈ કારાભાઈ ભાટુ (ઉ.વ.65) નામના વૃદ્ધને છેલ્લાં 15 વર્ષથી કીડનીની બીમારી હોય અને આ બીમારીની સારવાર કરાવવા છતાં તબિયતમાં સુધારો થાતો ન હોવાથી જિંદગીથી કંટાળીને રવિવારે સવારના સમયે તેના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે ગુરૂ ગોબિંદસિંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની દેવશીભાઇ દ્વારા જાણ કરાતા હેકો એ.એમ. જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો બનાવ, જામનગર તાલુકાના મોખાણા ગામમાં રહેતી વિરલ હેમતભાઈ જાટીયા (ઉ.વ.21) નામની યુવતી ગત તા.28 ના રોજ સાંજના સમયે તેના ઘરે સ્નાન કરવા ગઈ હતી અને તે દરમિયાન સળગતો દિવો શરીર ઉપર દાઝી જવાથી ગંભીર હાલતમાં સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું સારવાર કારગત નિવડે તે પૂર્વે રવિવારે સાંજના સમયે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. જેના આધારે એએસઆઈ કે.પી.જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

ત્રીજો બનાવ, જામનગર શહેરમાં ધરારનગર 2 માં આવેલી શાળા નં.55 નજીકથી રવિવારે સાંજના સમયે અજાણ્યો પુરૂષ બેશુધ્ધ હાલતમાં મળી આવતા સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની હનિફ આરબ દ્વારા જાણ કરાતા પીએસઆઈ કે.વી. ચૌધરી તથા સ્ટાફે મૃતદેહને પીએમ માટે મોકલી મૃતકની ઓળખ મેળવવા કાર્યવાહી હાથ ધરી હતી.
ચોથો બનાવ જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા અશ્ર્વિન નાનજીભાઈ રાઠોડ (ઉ.વ.43) નામના યુવાનને શનિવારે સાંજના સમયે શ્ર્વાસની બીમારી સબબ તબીયત લથડતા સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેમની સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. જેના આધારે હેકો આર.એ. જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પાંચમો બનાવ, જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામે રહેતા મેપાભાઈ નારણભાઈ વાઘેલા (ઉ.વ.73) નામના વૃધ્ધ ગત તા.30 ના રોજ બપોરના સમયે તેના ઘરે જમતા હતાં તે દરમિયાન એકાએક ચકકર આવતા બેશુધ્ધ થઈ જતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. જેના આધારે હેકો વી.પી.ઝાપડિયા તથા સ્ટાફે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular