Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયઓરિસ્સામાં 5 મે થી 14 દિવસનું લોકડાઉન

ઓરિસ્સામાં 5 મે થી 14 દિવસનું લોકડાઉન

- Advertisement -

ઓડિશામાં કોરોના વાયરસને કાબૂમાં લેવા માટે રાજ્ય સરકાર દ્વારા 14 દિવસનું સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. સરકારે જાહેરાત કરી છે કે આગામી 5 મેથી રાજ્યમાં લકડાઉન લાગુ થશે. ઓડોશાની મુખ્ય સચિવ એસસી મહાપાત્રા દ્વારા જે આદેશ જાહેર કરવામાં આવ્યા છે તેમાં કહેવામાં આવ્યું થે કે વીકેન્ડને બાદ કરતા તમામ દિવોસમાં જીવન જરુરી સેવાઓ ઉપલબ્ધ રહેશે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે 5 મે સવાલે પાંચ વાગ્યાથી 19 મે સુધી આખા રાજ્યમાં લોકડાઉન લાગુ રહેશે.

- Advertisement -

સત્તાવાર આદેશમાં કહેવામાં આવ્યું છે કે લોકોને સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી તેમના ઘરેથી 500 મીટર સુધીના વિસ્તારમા જરુરી ચીજવસ્તુઓ ખરીદવા જવા માટેની અનુમતિ આપવાં આવશે. જયારે વીકેન્ડ એટલે કે શનિવાર અને રવિવારે લોકો માચ્રે સ્વાસ્થ્ય સેવાઓ માટે જ ઘરેથી નિકળી શકશે. સાથએ સ્પષ્ટતા કરવામાં આવી છે કે લોકડાઉન અને વીકેન્ડ લોકડાઉન ચૂંટણી સંબંધિત લોકો અને કાર્યક્રમો પર લાગુ નહીં થાય. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular