કોરોના મહામારી ચાલી રહી છે, ત્યારે જામનગર સરકારી કોવીડ હોસ્પીટલમાં જામનગર ઉપરાંત અન્ય જીલ્લામાંથી મોટીસંખ્યામાં દર્દીઓ અને તેના સબંધીઓ આવી રહ્યા છે.
ત્યારે રાષ્ટ્રસંત ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી અર્હમ સેવા ગ્રુપના સેવકો દ્વારા બિરદાવવાલાયક સેવા જામનગર સરકારી કોવીડ હોસ્પિટલ બહાર દર્દી અને તેના સબંધીઓ માટે જોઈએ તેટલા ફ્રુટ અને પાણીની બોટલો વિનામૂલ્યે આપવામાં આવી રહી છે.