સલાયામાં 45,700ની વસ્તી છે. પરંતુ છેલ્લા આઠ દિવસથી કોરોના ટેસ્ટ બંધ છે. જેના કારણમાં સલાયા સામુહિક આરોગ્ય કેન્દ્રના લેબ ટેકનીશીયન કૌટુંબીક બિમારીના કારણે રજા ઉપર છે. અન્ય કર્મચારીની નિમણુંક કરેલ છે. તે હાજર થતાં નથી. પરીણામે 45,000ની જનતા રામ ભરોસે છે. પ્રજાએ ફરજીયાત કોરોના ટેસ્ટીંગ માટે 15 કિ.મી. દૂર ખંભાળિયા જવું પડે છે. જયાં ભીડ રહેતી હોય પ્રજાને એક દિવસ લાગે છે અને લોકો જાણતા અજાણતા સુપર સ્પ્રેડરર્સ બને છે. જિલ્લા કલેકટર તથા આરોગ્ય અધિકારીએ તુરત જ લેબ ટેકનીસીયનની નિમણુંક કરવી ઘટે તેવી માંગણી પત્રકાર ભરતલાલએ કરી છે.