જામનગર મહાનગર પાલિકા દ્રારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં ધનવંતરી રથની સેવા આપવામાં આવી રહી છે. શહેરના વિવિધ 23 જેટલા વિસ્તારોમાં આ રથની સેવા આપવામાં આવી રહી છે. જેમાં લોકો કોરોનાના ટેસ્ટ પણ કરાવી શકે છે. અને અન્ય કોઈ સ્વાસ્થ્ય સબંધી બીમારીઓની પણ સારવાર લઇ શકે છે.
આ ધનવંતરી રથ શહેરના જુદા જુદા વિસ્તારોમાં સવારના 9:30થી 1:00 અને સાંજે 3:30થી 6:00 વાગ્યા સુધી કાર્યરત રહેશે. કોષ્ઠકમાં મેડીકલ ઓફિસરના નામ અને નંબર પણ આપવામાં આવ્યા છે. જેના પર સંપર્ક સાધી વધુ વિગતો મેળવી શકાશે. જામનગરમાં 13 જેટલી ખાનગી હોસ્પિટલો દ્રારા પણ કોરોનાની સારવાર આપવામાં આવે છે. તેની યાદી આ મુજબ છે.