Monday, December 23, 2024
Homeરાજ્યખંભાળિયાના ધરમપુર વિસ્તારમાં આજથી સ્વૈચ્છિક લોકડાઉન

ખંભાળિયાના ધરમપુર વિસ્તારમાં આજથી સ્વૈચ્છિક લોકડાઉન

- Advertisement -

ખંભાળિયા પંથકમાં કોરોનાનું સંક્રમણ હવે ગ્રામ્ય સ્તરે પણ ચિંતાજનક રીતે પ્રસરી રહ્યું છે. આ પરિસ્થિતિને ધ્યાને લઈ, ખંભાળિયાની નજીકના ધરમપુર વિસ્તારમાં આજરોજ શનિવારથી આંશિક અને સ્વૈચ્છિક લોકડાઉન લાદવાનું નક્કી કરવામાં આવ્યું છે.

- Advertisement -

ખંભાળિયા શહેરની બગલમાં આવેલી ધરમપુર ગ્રામ પંચાયત નજીકના વિસ્તારમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધતાં સ્થાનિક પંચાયત વિસ્તારના સત્તાધીશો દ્વારા તા.17 થી 30 એપ્રિલ સુધી સ્વૈચ્છિક લોકડાઉન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

આ અંતર્ગત આ વિસ્તારમાં આવેલી તમામ દુકાનો, નાના મોટા ઔદ્યોગિક એકમો, વિગેરે ઉપરાંત જાહેર સ્થળો પણ બપોરે ચાર વાગ્યા સુધી જ ખુલ્લા રાખવા અને ત્યારબાદ સ્વૈચ્છિક રીતે બંધ કરી દેવાનું નક્કી કરવામાં આવ્યું છે.

- Advertisement -

આ ઉપરાંત આ વિસ્તારમાં કોરોના અંગેની સરકારની વિવિધ ગાઈડ લાઈન, ઉપરાંત માસ્ક અને સેનિટાઈઝેશન વિગેરેની અમલવારી પણ ચુસ્ત રીતે કરવામાં આવશે, તેવું સરપંચ, તલાટી વિગેરે દ્વારા સામૂહિક રીતે જાહેર કરવામાં આવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular