ઓખા ખાતે ડો. બાબાસાહેબ આંબેડકરની 130 જન્મજયંતિ નિમિતે ઓખા નગરપાલિકામાં ઉજવણી કરી હતી. ડો.બાબાસાહેબ આંબેડકરની તસ્વીરને દીપ પ્રાગટય અને પુષ્પહાર અર્પણ કરવાનો કાર્યક્રમનું આયોજન કરેલ હતું. જેમાં ઓખા નગરપાલિકાના પ્રમુખ ચેતનભા ભાવસિંગભા માણેક, ઓખા નગરપાલિકાના ચીફ ઓફિસર વિનોદભાઈ રાઠોડ તેમજ બુદ્ધિષ્ટ સોસાયટી ઓફ ઇન્ડિયાના ગુજરાત પ્રદેશના સચિવ મોહનભાઇ કાથડ ઉપસ્થિત હતા.