Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજામનગર વેપારીમંડળ પ્રમુખની બંધમાં જોડાવા અપીલ, પરંતુ તેની અસર કેટલી ?

જામનગર વેપારીમંડળ પ્રમુખની બંધમાં જોડાવા અપીલ, પરંતુ તેની અસર કેટલી ?

જામનગરમાં વધતા કોરોના સંક્રમણને ધ્યાને લઇ ચેમ્બર ઓફ કોમર્સ સહિતની વેપારી સંસ્થાઓ દ્વારા આજથી ત્રણ દિવસ સુધી સ્વૈચ્છિક બંધનું એલાન કરવામાં આવ્યું હતું. જેને જામનગરમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. જામનગરના કેટલાક વિસ્તારોમાં દુકાનો ખુલ્લી જોવા મળી હતી. જેને ધ્યાને લઇ જામનગર વેપારી મંડળના પ્રમુખ સુરેશભાઇ તન્ના દ્વારા વેપારીઓને બંધમાં જોડાવા અપીલ કરવામાં આવી હતી. વેપારી પ્રમુખની અપીલને સ્વીકારી જામનગરના સ્ટરલાઇટ પોઇન્ટ સહિતના અનેક કોમ્પલેક્ષ તથા કેટલીક દુકાનો દ્વારા દુકાનો બંધ કરવામાં આવી હતી પરંતુ 15-20 મિનિટ બાદ દુકાનો ફરીથી ખોલી દેવામાં આવી હતી. આમ, જામનગરમાં સ્વૈચ્છિક બંધમાં વેપારીઓમાં મત-મતાંતર જોવા મળ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular