Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયએન્ટિજન ટેસ્ટતો ભૂલી જ જાવ, RTPCR ટેસ્ટમાં પણ ખોટાં રિપોર્ટથી સર્વત્ર ચિંતા

એન્ટિજન ટેસ્ટતો ભૂલી જ જાવ, RTPCR ટેસ્ટમાં પણ ખોટાં રિપોર્ટથી સર્વત્ર ચિંતા

- Advertisement -

કોરોના વાયરસની મહામારીની બીજી લહેર પહેલા વધારે ખતરનાક છે. તેનું એક કારણ એ છે કે, કોરોના વાયરસ RTPCR અને એંટિજન કિટને પણ થાપ આપી રહ્યો છે. એટલે કે કોરોના પોઝિટિવ હોવા છતાંયે લોકોનો ટેસ્ટ નેગેટિવ આવી રહ્યો છે. આ કારણોસર સંક્રમણને નિયંત્રણમાં લેવો વધારે મુશ્કેલ બન્યું છે.

- Advertisement -

હોસ્પિટલોમાં રોજેરોજ એવા કેસ સામે આવી રહ્યાં છે જેમાં ગંભીર લક્ષણો હોવા છતાંયે દર્દીઓના રિપોર્ટ નેગેટિગ આવી રહ્યાં છે. કેટલાક કેસમાં બે-ત્રણ વાર રિપોર્ટ કરાવવા છતાંયે યોગ્ય રિઝલ્ટ નથી આવતા.

એક રિપોર્ટ મુજબ નોવેલ કોરોના વાયરસના નવા વેરિએન્ટ પહેલા કરતા વધારે ખતરનાક અને સંક્રમક હોવાની સાથે ગુપ્ત થઈ રહ્યો છે. સિટી હોસ્પિટલન ડોક્ટરોનું કહેવું છે કે, એવા અનેક કેસ સામે આવ્યા છે જેમાં દર્દીઓમાં કોરોના સંક્રમિત થવાના અનેક વિશિષ્ટ લક્ષણો છે. પરંતુ 2થી 3 વાર RTPCR ટેસ્ટ કરાવ્યા બાદ તેમનો રિપોર્ટ નેગેટિવ આવી રહ્યો છે. કોરોના સંક્રમણનો ટેસ્ટ હવે RTPCRથી કરવો મુશ્કેલ છે.

- Advertisement -

એક જાણિતા અંગ્રેજી સમાચારપત્રના રિપોર્ટ મુજબ, આકાશ હેલ્થકેરના મેનેજિંગ ડાયરેક્ટર ડો. આશીષ ચૌધરીએ કહ્યું હતું કે, અમને ગત કેટલાક દિવસમાં એવા અનેક દર્દીઓ મળ્યા છે. જેમને તાવ, ખાંસી અને શ્વાસની સમસ્યા તથા ફેંફસામાં સંક્રમણ હતુ. સીટી સ્કેન કરાવવા પર તેમના ફેંફસામાં હળવા ભૂરા રંગના પેચ જોવા મળ્યા હતા. જેનાથી મેડિકલ ભાષામાં પેચ ગ્રાઉન્ડ ગ્લાસ અપાસિટી કહેવામાં આવે છે. આ કોરોનાના એક વિશિષ્ટ લક્ષણ છે.

તેમણે કહ્યું હતું કે, પીડિત બ્રોંકાએેલવોલર લેંવેજ(બીએએલ)થી પીડિત છે. જે એક ડાયગ્રોસ્ટિક ટેક્નિક છે. જેમાં સંક્રમિતના મોંઢા અથવા નાકના માધ્યમથી ફેંફડામાં એક લિક્વિડ આપવામાં આવે છે. જે અંદર દ્રવનું પરિક્ષણ કરે છે. આનાથી વિશ્લેષણની ખરાઈ થાય છે. ડો. ચૌધરીએ કહ્યુ એવા તમામ વ્યક્તિ જેમનો RTPCR ટેસ્ટ નેગેટિવ હતો. તે તમામનો લેવેજ ટેસ્ટ કરવામાં આવ્યો છે. આ ટેસ્ટમાં આ તમામ કોરોનાના લક્ષણો પોઝિટિવ આવ્યા છે.

- Advertisement -

સર ગંગા રામ હોસ્પિટલના ચેસ્ટ મેડિસિન ડિવીઝનના સીનિયર માર્કેટિંગ કન્સલ્ટેન્ટ ડો. અરુપ બસુએ કહ્યું હતું કે, આ સમયે કોરોનાથી પીડિત દર્દીઓમાં આંખમાં બળતરા થવી અને ઈન્ફેક્શન જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે. જે પહેલા નહોંતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular