રવિવારથી દેશમાં રસી ઉત્સવની શરૂઆત થઈ છે. દેશભરમાં રવિવારે સાંજે 8 વાગ્યા સુધી 27 લાખ લોકોને રસી અપાઈ હતી. જ્યારે બીજી બાજુ ગુજરાતમાં રસી ઉત્સવ નિરસ રહ્યું. રાજ્યમાં 2 લાખ 20 હજાર 994ને રસી આપવામાં આવી છે જે શનિવારની તુલનામાં 66 હજાર ડોઝ ઓછા છે. રાજ્યમાં અત્યાર સુધી 80 લાખ 55 હજાર 986 લોકોને પ્રથમ ડોઝ અને 10 લાખ 67 હજાર 733 લોકોને બીજા ડોઝનું વેક્સિનેશન પૂર્ણ થયું છે. કુલ મળીને 91 લાખ 23 હજાર 719નું વેક્સિનેશન પૂર્ણ થયું છે. રવિવારે રાજ્યમાં 60 વર્ષથી વધુ તેમજ 45થી 60 વર્ષની વયના કુલ 1 લાખ 78 હજાર 151 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 34 હજાર 452ને બીજા ડોઝનું રસીકરણ કરાયું છે.
5 દિવસમાં 12.38 લાખને રસી આપવામાં આવી છે. 7 એપ્રિલે 1,75,660, 8 એપ્રિલે 2,71,550, 9 એપ્રિલે 2,82,268, 10 એપ્રિલે 2,87,617, 11 એપ્રિલે 2,20,994 લોકોને રસી આપવામાં આવી છે.