દેશમાં પ્રથમવાર વિકસિત દેશોની મઘ્યસ્થ બેંક્સની માફ્ક ક્વોન્ટેટિટીવ ઈઝીંગ(ક્યૂઈ) પ્રોગ્રામની જાહેરાત કરતાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(આરબીઆઈ)ના ગવર્નરે નાણા વર્ષ 2021-22ના પ્રથમ ક્વાર્ટરમાં રૂ. એક લાખ કરોડના સરકારી બોન્ડ્સની ખરીદી કરવામાં આવશે એમ જણાવ્યું હતું. જેની પાછળ યુએસ ડોલર સામે ભારતીય ચલણમાં 1.54 ટકાનો તીવ્ર કડાકો બોલાઈ ગયો હતો. મંગળવારના 73.43ના બંધ ભાવ સામે રૂપિયો ગ્રીનબેક સામે 113 પૈસા ગગડી 74.56ના સ્તરે બંધ રહ્યો હતો. જે 17 નવેમ્બર 2020 પછીનું તેનું સૌથી નીચું સ્તર છે. ગયા વર્ષે 17 નવેમ્બરે તે 74.88ના સ્તરે ટ્રેડ થતો હતો. જ્યાંથી વિદેશી સંસ્થાકીય રોકાણકારોના તીવ્ર ઈનફ્લો પાછળ ઝડપથી સુધર્યો હતો. ફેરેક્સ માર્કેટ નિરીક્ષકોના મતે નવા નાણા વર્ષની પ્રથમ નીતિગત સમીક્ષામાં આરબીઆઈ ગવર્નરે સેકન્ડરી માર્કેટમાંથી બોન્ડ્સ ખરીદી કરવાની જાહેરાત કરી બજારને એક આંચકો આપ્યો હતો. યુએસ ખાતે સબપ્રાઈમ ક્રાઈસીસ વખતે ફેડ ચેરમેન બેન બર્નાકેએ આ પ્રકારના ક્વોન્ટેટિટીવ ઈઝિંગની શરૂઆત કરી હતી અને અત્યાર સુધીમાં ફેડ રિઝર્વ 7 ટ્રિલિયન ડોલરથી વધુના બોન્ડ્સની ખરીદી કરી ચૂકી છે. ભારત જેવા ફુગાવાની સમસ્યા અનુભવી રહેલા અર્થતંત્ર માટે આ પ્રકારની જાહેરાત ઈન્ફ્લેશનમાં વૃદ્ધિ લાવી શકે છે. આરબીઆઈ ગવર્નરની જાહેરાત બાદ ભારત સરકારના 10-વર્ષની મુદતના બોન્ડ યિલ્ડ્સ એક તબક્કે 6.06 ટકા થઈ પાછળથી 6.19 ટકા પર જોવા મળ્યાં હતાં. અર્થશાસ્ત્રીઓના મતે સેકન્ડરી માર્કેટમાંથી બોન્ડ ખરીદીનો પ્રોગ્રામ જાહેર કરી આરબીઆઈ બોન્ડ યિલ્ડ્સને નીચા જાળવી સરકારી બોરોઇંગ ખર્ચને નીચો જાળવવા ઈચ્છે છે.
નાણાપ્રધાને તેમની બજેટ જાહેરાતમાં જંગી બોરોઇંગ કરવામાં આવશે એમ જણાવ્યું હતું. આરબીઆઈ ગવર્નરની જાહેરાત પાછળ શેરબજારમાં તેજી જોવા મળી હતી. કેમકે સેન્ટ્રલ બેંક તરફ્થી ત્રિમાસિક ધોરણે રૂ. એક લાખ કરોડની જંગી લિક્વિડિટી બજારમાં ઠાલવવામાં આવશે. બેંક 15 એપ્રિલે તેના પ્રથમ બોન્ડ બાઇંગમાં રૂ. 25 હજારની ખરીદી કરશે એમ આરબીઆઈ ગવર્નરે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે બેંકનો હેતુ વૈશ્વિક અિનિૃતતાઓ વચ્ચે સરકારી જામીનગીરી માર્કેટમાં સ્થિરતા લાવવાનો છે. જોકે બેંકના કુત્રિમ રીતે યિલ્ડ કર્વને ફ્લેટ જાળવવાનો પ્રયાસ વિપરીત પરિણામો સર્જી શકે છે એમ પણ અર્થશાસ્ત્રીઓનો એક વર્ગ માને છે.
કરન્સી એનાલિસ્ટ્સના મતે રૂપિયાએ મહત્વના સપોર્ટ તોડયાં છે અને તેથી તે 75ના સ્તર સુધી નીચે જઈ શકે છે. જે એક મહત્ત્વનું સાઈકોલોજિકલ સ્તર છે. જો તે આ સ્તરની નીચે જશે તો તેમાં વધુ વેચવાલી જોવા મળી શકે છે. એપ્રિલ 2020માં રૂપિયાએ પ્રથમવાર 77ની સપાટી દર્શાવી હતી. જ્યાંથી તે સુધરતો રહીને માર્ચ 2021ની આખરમાં 72.26ના સ્તર સુધી જોવા મળ્યો હતો. જોકે આ સ્તરે તીવ્ર અવરોધ નડયો હતો અને રૂપિયો ત્યાં જઈ ઘણીવાર પાછો પડયો હતો. અંતિમ આંઠ ટ્રેડિંગ સત્રોમાં જ રૂપિયો 1.98 ટકા જેટલો તૂટી ચૂક્યો છે. મહત્ત્વની બાબત એ છે કે માર્ચ 2020માં એફઆઈઆઈ તરફ્થી તીવ્ર આઉટફ્લો વખતે પણ રૂપિયો એક દિવસમાં આટલો તીવ્ર નહોતો તૂટયો. જ્યારે અંતિમ પખવાડિયામાં બે વાર તે એક દિવસમાં એક ટકાથી વધુનું ધોવાણ દર્શાવી ચૂક્યો છે.