દુનિયાભરમાં અનેક કિંમતી વસ્તુઓ મળી રહી છે. પરંતુ એક શાકભાજી એવી છે કે જેનો ભાવ સોના કરતા પણ વધારે છે. તેનો 1કિલોનો ભાવ રૂ.1લાખ છે. આ શાકભાજીનું નામ છે હોટ શૂટ. જેની ખેતી સામાન્ય રીતે અમેરિકામાં થાય છે પરંતુ એક ભારતીયએ તેની ખેતી કરવાનું અજમાવ્યું છે.
હોટ શૂટ નામની આ શાકભાજી ખુબ જ ઉપયોગી છે સાથોસાથ મોંઘી પણ છે. તેનો ઉપયોગ એન્ટીબાયોટીકસ બનાવવામાં થાય છે. આ શાકભાજીમાંથી બનેલ દવા ટીબીના અને દાંતના રોગના ઈલાજ માટે પણ ઉપયોગી છે.હોટશૂટ ના ફૂલોને હોટ શંકુ કહેવામાં આવે છે. જેનો ઉપયોગ બીયર બનાવવામાં થાય છે.ઈ.સ.800ની આસપાસ લોકો આ શાકભાજીને બીયરમાં ભેળવીને સેવન કરતા હતા ત્યારથી માંડીને આજ સુધી તેનો ઉપયોગ બીયરમાં કરવામાં આવે છે. આ શાકભાજીની ખેતી સૌ પ્રથમ વખત ઉત્તરજર્મનીમાં થઇ હતી. અને ત્યાર બાદ દુનિયાના અનેક દેશોમાં તેની ખેતી થવા લાગી છે.
ભારતમાં પણ આ શકભાજીના વાવેતરનો પ્રયોગ કરવામાં આવ્યો છે. બિહારના કરમડીહ ગામમાં રહેતા અમરેશસિંહ નામના ખેડૂતે પ્રાયોગિક ધોરણે ખેતી કરી છે.જેમાં ભારતીય શાકભાજી અનુસંધાન સંસ્થાનના કૃષિ વૈજ્ઞાનિકોઈ દેખરેખ હેઠળ જમીન પર હોટ શૂટની ખેતી કરવામાં આવી છે. શાકભાજીના આ છોડમાં ત્રણ વર્ષ બાદ શાકભાજી આવે છે.બીહારના યુવકે કરેલ આ ઓપ્રયોગ 60% જેટલો સફળ નીવડ્યો છે.
યુરોપમાં હોટશૂટની ભારે ડીમાન્ડ જોવા મળે છે. આ શાકભાજીમાં અનેક પ્રકારના એન્ટીબાયોટીક હોવાથી જ તેની કિંમત વધુ છે.