Tuesday, December 16, 2025
Homeરાજ્યગુજરાતગુજરાતમાં રોજ 2.50 લાખ લોકોને વેકિસન આપવાનો ટાર્ગેટ

ગુજરાતમાં રોજ 2.50 લાખ લોકોને વેકિસન આપવાનો ટાર્ગેટ

રાજ્યમાં ગરબા પહેલાં 18 વર્ષથી ઉપરના તમામ લોકોને વેક્સિન અપાઈ જશે, સપ્ટેમ્બરથી હર્ડ ઇમ્યુનિટી આવશે

આજથી ગુજરાત સહિત દેશભરમાં 45થી વધુ ઉંમરના તમામ લોકોને કોરોના વેક્સિન આપવાનું કામ શરૂ થશે. આરોગ્ય વિભાગના ટાર્ગેટ પ્રમાણે, ગુજરાતમાં હાલ અંદાજે 2 લાખ લોકોને રોજ વેક્સિન અપાઈ રહી છે. જો આ જ સ્પીડે વેક્સિન આપવાનું કામ ચાલુ રહ્યું તો નવરાત્રિ પહેલાં સપ્ટેમ્બર મહિનાના પહેલા વીકમાં ગુજરાતની 18 વર્ષથી વધુની ઉંમરની તમામ 4.48 કરોડ વસતિને વેક્સિન અપાઈ ચૂકી હશે. આધાર કાર્ડના ડેટા મુજબ, ગુજરાતની હાલની 6.48 કરોડની વસતિના 70 ટકાને વેક્સિન અપાઈ ગઈ હશે. ગુજરાતમાં વેક્સિનેશન ડ્રાઈવ અંગે આરોગ્ય વિભાગના કમિશનરના જણાવ્યા અનુસાર હાલ અંદાજે 2 લાખ લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે, જેને આગામી દિવસોમાં વધારીને રોજની 2.50 લાખથી વધુને રસી આપવામાં આવશે.” આરોગ્ય વિભાગના કમિશનર શિવહરેની વાત માનીએ તો ગુજરાતમાં અત્યાર સુધીમાં 54.67 લાખ લોકોને મિનિમમ એક ડોઝ આપવામાં આવ્યો છે, જે રાજ્યમાં નોંધાયેલા કુલ 4.48 કરોડ મતદારોના 12.20 ટકા થવા જાય છે. 30 એપ્રિલ સુધીમાં વધુ 75 લાખ લોકોને મિનિમમ એક ડોઝ આપવાનો લક્ષ્યાંક છે. આમ એપ્રિલના અંત સુધીમાં કુલ 1.30 કરોડ લોકોને મિનિમમ એક ડોઝ અપાઈ ચૂક્યો છે, જે 18 વર્ષની ઉંમરથી વધુની વસતિના 29 ટકા થવા જાય છે, જ્યારે કુલ વસતિ 6.48 કરોડના 20 ટકા લોકોને રસી અપાઈ ચૂકી હશે. આરોગ્ય વિભાગના ટાર્ગેટ મુજબ, 2.50 લાખ લોકોને દૈનિક રસી આપવામાં આવી તો એપ્રિલ, મે અને જૂન એમ ત્રણ મહિનાના અંતે વધુ 2.25 કરોડ લોકોને વેક્સિન અપાઈ ચૂકી હશે.

- Advertisement -

માર્ચના અંત સુધીમાં 54.67 લાખને વેક્સિન અપાઈ ચૂકી છે. આમ, જૂનના અંત સુધીમાં કુલ 2.80 કરોડો લોકો રસી મળી ચૂકી છે, જે 18 વર્ષની ઉંમરથી વધુની વસતિના 62.5 ટકા થવા જાય છે, જ્યારે કુલ વસતિના 43 ટકા થશે. જો લક્ષ્યાંક પ્રમાણે વેક્સિનેશન પ્રોગ્રામ ચાલ્યો તો સાડાપાંચ મહિનાના અંતમાં એટલે કે 7 સપ્ટેમ્બર સુધીમાં એટલે નવરાત્રિના તહેવાર પહેલાં ગુજરાતના 18 વર્ષથી વધુ ઉંમરના તમામ 4.48 કરોડ લોકોને વેક્સિન અપાઈ ચૂકી હશે. જ્યારે ગુજરાતની કુલ વસતિ 6.48 કરોડ પ્રમાણે ગણીએ તો અંદાજે 70 ટકા વસતિ વેક્સિનેટેડ થઈ ચૂકી હશે. અમેરિકાના ઓહાયો સ્ટેટમાં આવેલી ‘ક્લીવલેન્ડ ક્લિનિક’ના રિપોર્ટ પ્રમાણે, કોવિડ-19 માટે હર્ડ ઇમ્યુનિટીનું થ્રેશોલ્ડ લેવલ 50 ટકાથી 80 ટકા જેટલું છે. યાને કે 50થી 80 જેટલી વસતિને વેક્સિન આપી દઇએ તો પેન્ડેમિક પર અસરકારકતાથી બ્રેક મારી શકાય છે. વેક્સિનેશના ડેટા પ્રમાણે ગુજરાતમાં સપ્ટેમ્બરની શરૂઆતમાં 70 ટકા વસતિને રસી મળી ચૂકી છે. આમ, નિષ્ણાતોના મત મુજબ, આ સમયથી ગુજરાતમાં હર્ડ ઈમ્યુનિટી શરૂ થશે અને સંક્રમણ ના બરાબર થઈ જશે. સતત વધી રહેલા કોરોના સંક્રમણને પગલે હાલમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક મોટો નિર્ણય લીધો હતો,. જેમાં ગુજરાતના તમામ સરકારી કર્મચારીઓને કોરોનાની વેક્સિન આપવામાં આવશે અને કર્મચારીની કોઈપણ વય મર્યાદાને ધ્યાનમાં લેવામાં આવશે નહીં. દરમિયાન એક એપ્રિલથી શરૂ થનાર કોરોના વેક્સિન મેગા ડ્રાઈવની પૂર્વસંધ્યાએ સીએમએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રસી અને માસ્ક જરૂરી છે, કોરોના સામે રસી જ મોટું શસ્ત્ર છે, આજથી 2500 કેન્દ્રો પર રસીકરણની પ્રક્રિયા શરૂ થશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular