કોરોના રસીના ઉત્પાદક BioNTech-ફાઇઝરએ દાવો કર્યો છે કે તેમની રસી 12 થી 15 વર્ષની વયના બાળકો પર 100% અસરકારક છે. કંપનીની નજર હવે કિશોરોને રસી આપવાની મંજૂરી પર છે. ફાઈઝર ઈચ્છે છે કે આગામી શાળા વર્ષ શરૂ થાય તે પહેલાં બાળકોને રસી અપાય.
કંપનીની યોજના છે કે હવે તે અમેરિકન રેગ્યુલેટર એફડીએને આ ડેટા સબમિટ કરશે. કંપનીને આશા છે કે તેમના ઈમરજ્ન્સી ઉપયોગ માટે મંજૂરી આપવમાં આવશે.જર્મન કંપની BioNTech ના ચીફ એક્ઝિક્યુટિવે જણાવ્યું હતું કે બાળકોની ટ્રાયલ પર જે પરિણામો આવ્યા છે, તેણે ભરોસો જગાડ્યો છે. અમેરિકામાં 16 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના યુવાઓને ફાઇઝરની વેક્સિન આપવામાં આવી રહી છે. મોડર્ના ઇંકે પણ પાછલા સપ્તાહે આવી એક ટ્રાયલ લોન્ચ કરી હતી. 6 મહિના સુધીના બાળકોને રસી આપવામાં આવી હતી. વર્તમાનમાં માત્ર Pfizer / BioNTech વેક્સિનનો ઉપયોગ સંયુક્ત રાજ્ય અમેરિકામાં 16 અને 17 વર્ષના બાળકો માટે કરવામાં આવી રહ્યો છે. મોડર્નાના ડોઝ 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોને આપવામાં આવી રહ્યાં છે.
ફાઇઝર રસી એમઆરએનએ ટેકનોલોજી પર બનાવવામાં આવી છે અને તેને પ્રથમ પશ્ચિમી દેશો દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. અમેરિકા અને યુરોપિયન દેશોએ આ રસી 16 વર્ષ કે તેથી વધુ ઉંમરનાને આપવા મંજૂરી આપી છે. આ રસી 65 થી વધુ દેશોમાં કરોડો લોકો લગાવી ચુક્યા છે. ભારતે ઇમરજન્સી ઉપયોગ માટે માત્ર બે રસીઓને મંજૂરી આપી છે. એક ઓક્સફર્ડની સીરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા બનાવવામાં આવેલી કોવિશિલ્ડ કોરોના રસી છે. અને બીજી રસી ભારત બાયોટેકની કોવાક્સિન છે.ભારતમાં લાખો લોકો આ વેક્સીન લઇ ચુક્યા છે. અને અન્ય દેશોને પણ આપવામાં આવી છે.