Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતજાન્યુઆરીમાં મોકૂફ રહેલી વાઇબ્રન્ટ સમિટ ઓક્ટોબરમાં યોજવા કવાયત

જાન્યુઆરીમાં મોકૂફ રહેલી વાઇબ્રન્ટ સમિટ ઓક્ટોબરમાં યોજવા કવાયત

- Advertisement -

આ વર્ષે જાન્યુઆરી 2021માં 10મી વાઈબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન થવાનું હતું, પરંતુ ભારત અને વિશ્ર્વમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમ સ્થગિત કરવામાં આવ્યો હતો. જોકે કોરોનાની સ્થિતિ સામાન્ય થતાં જ વાઈબ્રન્ટ સમિટનું ઓક્ટોબરમાં આયોજન થઈ શકે છે. હાલ સરકાર કોરોનાની સ્થિતિ પર નજર રાખી રહી છે. જો કોરોના કાબૂમાં નહીં આવે તો આગામી વર્ષે એટલે કે 2022માં પણ વાઈબ્રન્ટ યોજવા પર વિચારણા થઈ શકે છે. જો 2022માં વાઈબ્રન્ટ યોજાય તો એકી વર્ષમાં યોજાતી વાઈબ્રન્ટ સમિટ બેકી વર્ષમાં સૌપ્રથમવાર યોજાશે.

- Advertisement -

ઉલ્લેખનિય છે કે આ સમિટ દર બે વર્ષે જાન્યુઆરીના બીજા સપ્તાહમાં યોજાય છે. વર્ષ 2003માં પહેલીવાર તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યમાં વિદેશી રોકાણકારોને આકર્ષવા માટે આ સમિટની શરૂઆત કરી હતી. ગુજરાતના વિકાસ અને મૂડીરોકાણકારોને આકર્ષવા માટે દેશનાં વિવિધ રાજ્યો અને વિદેશમાંથી મહેમાનો બોલાવવામાં આવતા હોય છે, જેમાં ખાસ કરીને વિદેશી રાષ્ટ્રપ્રમુખો આ વાઈબ્રન્ટ સમિટમાં મુખ્ય મહેમાન બનતા હોય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular