Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયપૂણેની ફેશન સ્ટ્રીટમાં ભયાનક આગમાં 448 દુકાનો ખાક

પૂણેની ફેશન સ્ટ્રીટમાં ભયાનક આગમાં 448 દુકાનો ખાક

- Advertisement -

મહારાષ્ટ્રના પુણેમાં શુક્રવારે રાતે કેમ્પ એરિયા ખાતે આવેલી ફેશન સ્ટ્રીટમાં આગ લાગી હતી. આગ લાગવાના કારણે નાની-મોટી આશરે 448 દુકાનો બળીને રાખ થઈ ગઈ હતી. મુખ્ય ફાયર ટેન્ડર અધિકારી પ્રશાંત રણપાસેએ જણાવ્યું કે, રાતે 9:30 કલાકે ફેશન સ્ટ્રીટમાં આગ લાગી હોવાનો ફોન આવ્યો હતો. ત્યાર બાદ ફાયર વિભાગની બે ગાડીઓને ઘટના સ્થળે મોકલવામાં આવી હતી પરંતુ આગ એટલી વિકરાળ હતી કે કશું કરવાની તક નહોતી મળી.

- Advertisement -

ત્યાર બાદ ફાયર વિભાગની 16 ગાડીઓ, 50 ફાયર ફાઈટર્સ અને 10 અધિકારીઓએ ભારે મહેનતથી આગને કાબૂમાં લીધી હતી. પુણેની ફેશન સ્ટ્રીટમાં લાગેલી આગ એટલી વિકરાળ હતી કે શહેરના કોઈ પણ ખૂણેથી તે જોઈ શકાતી હતી. આગ લાગવાના કારણે માર્કેટમાં રહેલો બધો જ સામાન સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગયો છે.

એક દુકાનદારે જણાવ્યું કે, શુક્રવારે વીકેન્ડ સેલ હોવાથી દુકાનદારો પોતાની દુકાનમાં માલ લાવીને રાખે છે. સપ્તાહના અંતમાં 3 લાખ સુધીનો માલ આવી જતો હોય છે તેનાથી કેટલું નુકસાન થયું હશે તેનો અંદાજો લગાવી શકાય છે. ફેશન સ્ટ્રીટમાં કપડાથી લઈને ઈલેક્ટ્રોનિક્સનો સામાન ખૂબ જ સસ્તી કિંમતે મળી રહે છે. આગ હોનારત બાદ દુકાનદારોને રાજ્ય સરકાર મદદ કરે તેવી આશા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular