ખેડૂતોના દેશવ્યાપી વિરોધ અને દિલ્હી પાસે લાંબા સમયથી ચાલતા આંદોલન છતાં સરકાર કૃષિ કાયદાઓ કે જે કંપીઓના લાભાર્થે હોવાનું વારંવાર ખેડૂત આગેવાનોએ જણાવ્યું છે તે પાછા ખેંચવા હજુ તૈયાર નથી. આ સ્થિતિમાં ગુજરાતના ખેડૂતોને વિસ્તાવિક અર્થમાં અને પોણો સો વર્ષથી કૃષિ ઉપજ વેચવામાં મદદરૂપ થાય છે. તે રાજયના 33 જિલ્લામાં આવેલા એ.પી.એમ.સી. (મોર્કટ યાર્ડ)માંથી 23 જિલ્લાઓમાં યાર્ડને આધુનિક બનાવવા માટેની કોઇ સહાય જ બે વર્ષ ચૂકવાઇ નથી.
ગુજરાતના 33 જિલ્લાઓ પૈકી ગત વર્ષ 2019માં માત્ર રાજકોટ, જુનાગઢ, વડોદરા એ ત્રણ જિલ્લામાં માત્ર રૂા.1.45 કરોડ અને ગત વર્ષ ઇ.સ.2020માં બોટાદ, મહીસાગર, સુરેન્દ્રનગર, વલસાડ, છોટા ઉદયપુર, મોરબી અને ભાવનગર એમ માત્ર 7 જિલ્લામાં માત્ર રૂા.1.94 કરોડની સરકારી સહાય આધુનિક બજારો સ્થાપવા અપાઇ છે. જયારે બે વર્ષમાં 20 જિલ્લાના એકેય યાર્ડને કોઇ સહાય જ અપાઇ નથી.
રાજયમાં યાર્ડની વ્યવસ્થા 70 વર્ષ પહેલાની છે. ગોંડલ જેવા ર્મોકટ યાર્ડ તો ગુજરાતની સ્થાપના પહેલાના સમયથી ચાલે છે. એપીએમસીના શરૂઆત આઝાદી પહેલા થઇ હતી. રાજકોટ, ગોંડલ જેવા અનેક યાર્ડમાં ખેડૂતોના રોજનો રૂા.10 થી 20 કરોડનો માલ વેચાય છે, અર્થાત હજારો ખેડૂતોને એટલી રકમ તેમણે મહેનત કરીને ઉગાડેલા અન્ન-કઠોળ પેટે ઉપજે છે. અબજો રૂા.નું ટર્નઓવર કરતા અને અર્થતંત્રરમાં મોટી ભુમિકા ભજવતા યાર્ડને વધુ જવાબદાર, સક્ષમ, ખેડૂતો માટે સુવિધાપૂર્ણ બનાવવાને બદલે કૃષિ પેદાશોમાં કંપની રાજ આવે તેવા કાયદા બનાવ્યા છે.
સરકાર ટેકાના ભાવે ખરીદી કરીને ખેડૂતોને ટેકો આપતી હોવાનું વારંવાર જણાવે છે પરંતુ, વિચિત્ર નિયમો, ઢીલાશ વગેરે કારણોને એમ.એસ.પી. (ટેકાના ભાવ) થી સરકારી કેન્દ્રો પર ખરીદી થાયછે. મગફળીમાં ટેકાના ભાવ જેટલા ભાવ અને તે પણ સરકારી પ્રક્રિયાથી થતી અગવડ વગર યાર્ડમાં જ માલ વેચ્યો હતો અને હવે ચણાની ટેકાના ભાવે ખરીદી થઇ તેમાં પણ ખેડૂત દીઠ માત્ર 50 કિલોની ખરીદીનો વિચિત્ર નિયમ ભારે વિરોધ છતાં સરકારે રાખતા મોટાભાગના ખેડૂતો ઓછા ભાવે યાર્ડમાં જ માલ વેચે છે.
સૌરાષ્ટ્રના મોટાભાગના યાર્ડમાં ખેડૂતોએ ધંઉ, ચણા, મગફળી સહિતના વિવિધ પાક વેચવા માટે ઠાલવવા લાંબી કતારોમાં ઉભુ રહેવું પડે છે અને પૂરતી જગ્યાના અભાવે યાર્ડ માલની આવક વારંવાર બંધ કરાવે છે. ખેડૂતોને જો માલ લાવવામાં સફળતા મળે તો તે વરસાદ, ભેજ, ધૂળથી બગડે નહીં તે માટે શેડની પૂરતી વ્યવસ્થા પણ નથી.