Thursday, December 26, 2024
Homeરાષ્ટ્રીયબંગાળમાંથી મમતાની વિદાય લગભગ અને નકકી: નવો સર્વે

બંગાળમાંથી મમતાની વિદાય લગભગ અને નકકી: નવો સર્વે

- Advertisement -

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન યોજાવામાં હવે એકાદ અઠવાડિયાનો જ સમય બાકી છે. આ દરમિયાન સામે આવેલા સર્વેમાં ધીમે ધીમે ચિત્ર બદલાઈ રહ્યું છે. ભાજપ અને ટીએમસી વચ્ચે બરાબરની ટક્કર જોવા મળે તેવી શક્યતા છે. એક મહિના પહેલા હાથ ધરવામાં આવેલા ABPના સર્વેમાં મમતા બેનરજીની આગેવાનેમાં ટીએમસીને સ્પષ્ટ બહુમત મળવાનું અનુંમાન લગાવવામાં આવ્યું હતું. પરંતુ આ વખતે ABP-CNX દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેમાં ભાજપ અને ટીએમસી વચ્ચેનું અંતર ખુબ નજીવુ રહી ગયું છે. બાજી ગમે તે બાજુ પલટાઈ શકે છે.

- Advertisement -

ABP-CNX દ્વારા આ સર્વે કરવામાં આવ્યો હતો. સર્વે અનુસાર મમતા બેનરજીની પાર્ટી TMCને પશ્ચિમ બંગાળની 294 બેઠકોમાંથી 136 થી 146 બેઠકો મળવાનો અંદાજ છે. આમ તેની સ્પષ્ટ બહુમતી આવવાની શક્યતાઓ ધૂંધળી થતી દેખાઈ રહી છે. મહત્વનું છે કે બંગાળમાં કોઈપણ પક્ષ કે ગઠબંધનને સરકાર બનાવવા માટે 148 બેઠકો મેળવવી જરૂરી છે.

સર્વે મુજબ ભાજપને 130 થી 140 બેઠકો મળી શકે છે. ટક્કર રસાકસી ભરી બની રહેશે. કોંગ્રેસ અને ડાબેરીઓના ગઠબંધનને 14 થી 18 બેઠકો મળવાની સંભાવના છે. જ્યારે અન્યના ખાતામાં માત્ર 1 થી 3 બેઠકો જઈ શકે છે.

- Advertisement -

ઓપિનિયન પોલમાં દક્ષિણ-પશ્ચિમ બંગાળમાં ભાજપને ટીએમસીની સરખામણીમાં બઢત મળે તેવી શક્યતા વ્યક્ત કરી છે. આ વિસ્તારમાં વિધાનસભાની 119 બેઠકોમાંથી ABP-CNXના સર્વે પ્રમાણે ટીએમસીને 48 થી 52 બેઠકો મળે તેવુ અનુંમાન છે. જ્યારે ભાજપને અહીં 64 થી 68 બેઠકો મળે તેવી શક્યતા છે. જ્યારે લેફ્ટ અને કોંગ્રેસને 2 થી 4 બેઠકો મળી શકે છે.

આ અગાઉએ 15 ફેબ્રુઆરીએ પહેલીવાર ABP-CNXએ ઓપિનિયન પોલ હાથ ધર્યો હતો. જેમાં ટીએમસીને 146થી156 બેઠકો મળે તેવુ અનુંમાન વ્યક્ત કરવામાં આવ્યું હતું. સર્વેમાં ભાજપને 113-121 બેઠકો જ્યારે લેફ્ટ-કોંગ્રેસના ગઠબંધનને 20-28 બેઠકો મળે તેવુ અનુંમાન હતું. જ્યારે અન્યોના ખાતામાં 1-13 બેઠકો મળે તેવુ અનુંમાન વ્યક્ત કરવામાં આવ્યું હતું.

- Advertisement -

મહત્વનું છે કે વર્ષ 2016ની વિધાનસભાની ચૂંટણીમાં તૃણમુલ કોંગ્રેસએ 211 બેઠકો જીતીને સરકાર બનાવી હતી જ્યારે કે ભાજપને માત્ર 3 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. આ ચૂંટણીમાં કોંગ્રેસને 44 બેઠકો મળી હતી અને ડાબેરીઓને 26 બેઠકો મળી હતી. આ વખતે પશ્ચિમ બંગાળમાં આઠ તબક્કામાં મતદાન યોજાશે અને 2 મેના રોજ મતગણતરી કરવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular