આજે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં 12 મહિલાઓના મૃત્યુ નીપજ્યા છે. અને એક રીક્ષાચાલકનું મોત નીપજ્યું છે. પુરઝડપે જઈ રહેલ એક બસે રીક્ષાને ઠોકર મારતા આ અકસ્માત સર્જાયો છે. રીક્ષામાં સવાર મહિલાઓ આંગણવાડીના બાળકો માટે જમવાનું બનાવા જઈ રહી હતી તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટના મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં સર્જાઈ છે.
મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં આંગણવાડીના બાળકો માટે જમવાનું બનાવા જઈ રહેલ મહિલાઓના આજે માર્ગ અકસ્માતમાં મૃત્યુ નીપજ્યા છે. મળતી વિગતો મુજબ 12 જેટલી મહિલાઓ રીક્ષામાં બેસીને રસોઈ બનાવા માટે ગ્વાલિયરથી મુરેના રોડ પર ચમન પાર્ક તરફ જઈ રહી હતી ત્યારે મુરેનાથી ગ્વાલિયર તરફ આવી રહેલી બસે આનંદપુર ટ્રસ્ટ હોસ્પિટલની સામે અકસ્માત સર્જ્યો હતો. 12 મહિલાઓ બે ઓટો રિક્ષામાં સવાર થઈને જઇ રહી હતી, પરંતુ એક ઓટો રિક્ષા રસ્તામાં ખરાબ થઈ ગઈ હતી માટે તેમાં બેઠેલી મહિલાઓને બીજી ઓટો રિક્ષામાં બેસાડી દેવામાં આવી હતી. અને પુરઝડપે આવી રહેલ બસે અકસ્માત સર્જતા રીક્ષામાં સવાર 12 મહિલાઓના મૃત્યુ નીપજ્યા છે. અને રીક્ષાચાલકનું પણ મૃત્યુ નીપજ્યું છે. આ ઉપરાંત 24 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે.
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ઘટનાને લઇને દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તમામ મૃતકના પરિવારજનોને 4-4 લાખની સહાયની જાહેરાત કરી છે. તેમજ ઘાયલોને પણ 50,000ની સહાય આપવામાં આવશે.