ગત વર્ષે લોકડાઉનને કારણે વ્યાપાર ઉદ્યોગ બંધ રહ્યા. પરિણામ સ્વરૂપ ધંધામાં થતા તમામ નાણાંકીય વ્યવહારો અટકી ગયા. કોરોના પછી સમગ્ર સૌરાષ્ટ્ર -કચ્છ માં એક વર્ષમાં 21 હજારથી વધુ વેપારીઓના વ્યાપાર ઉદ્યોગ પડી ભાંગ્યા છે તેણે પોતાના નંબર સામેથી રદ કરી નાખ્યા છે જયારે જે વેપારીએ નિયમ મુજબ ટેકસ નથી ભર્યા તેના નંબર જીએસટી વિભાગે ખુદે કરી નાખ્યા છે.
રાજકોટ જીએસટી વિભાગ 10માં 11,600 અને જીએસટી ડિવિઝન 11 માં 9800 નંબર રદ થયા છે. ગત એપ્રિલ 2020થી આજ સુધીમાં રાજકોટ જીએસટી વિભાગ 10 અને 11 માં કુલ 21400 જીએસટી નંબર રદ કરાયા છે. રાજકોટ જીએસટી વિભાગ 10 અને 11 હેઠળ રાજકોટ શહેર-જિલ્લો ઉપરાંત સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, કચ્છ જૂનાગઢ અને પોરબંદરનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે વેપારીઓ ટેકસ ડિફોલ્ટર જાહેર થાય ત્યારે તેના નંબર રદ થતા હોય છ, પરંતુ આ વખતે પહેલીવાર એવું બન્યું છે કે, વેપારીઓએ સામેથી નંબર રદ કર્યા છે.